Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SOU : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

STATUE OF UNITY : સ્ટેચ્યુ ઑફ યુનિટી (STATUE OF UNITY) ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ (MAPPING SHOW) અને નર્મદા મહાઆરતી (NARMADA MAHA AARTI) નો લાભ લઇ શકે એ માટે...
sou   સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર
Advertisement

STATUE OF UNITY : સ્ટેચ્યુ ઑફ યુનિટી (STATUE OF UNITY) ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ (MAPPING SHOW) અને નર્મદા મહાઆરતી (NARMADA MAHA AARTI) નો લાભ લઇ શકે એ માટે તા. ૧૩/૦૪/૨૦૨૪ના રોજથી સાંજના ૦૭ઃ૧૫ કલાકના બદલે ૦૭ઃ૩૦ કલાકથી લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી ૮ઃ૦૦ કલાકના બદલે સાંજે ૮:૧૫ કલાકથી શરૂ થશે.

પ્રવાસીઓના લાભાર્થે નિર્ણય લેવામાં આવ્યો

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, લેસર શૉ માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શૉ (LEASER SHOW) (પ્રોજેક્શન મેપિંગ શૉ) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ SoU સત્તામંડળના ચેરમેનશ્રી મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ

આ અંગે SoU સત્તામંડળ ના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે,પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : આરોપીની ચાલાકીનો અંત લાવતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.

×