SURAT : નવાબોના સમયથી અડીખમ ઉભેલ કૂવો આજે પણ સ્થાનિકોને પૂરું પાડે છે પાણી, વાંચો અહેવાલ
અહેવાલ - રાબીયા સાલેહ, સુરત સુરત શહેરના ૨૧ કિ.મી. દક્ષિણ પશ્ચિમ સ્થિત આવેલ છે ડુમસ દરિયો અને ડુમસના કાંદિ ફળિયા ગામની હદમાં આવેલો છે આ ઐતિહાસીક કૂવો. સદીઓથી ચાલતો કૂવો નવાબોના સમય પહેલા બનવવામાં આવ્યો હતો. આ કૂવા પર ગામની...
Advertisement
અહેવાલ - રાબીયા સાલેહ, સુરત
સુરત શહેરના ૨૧ કિ.મી. દક્ષિણ પશ્ચિમ સ્થિત આવેલ છે ડુમસ દરિયો અને ડુમસના કાંદિ ફળિયા ગામની હદમાં આવેલો છે આ ઐતિહાસીક કૂવો. સદીઓથી ચાલતો કૂવો નવાબોના સમય પહેલા બનવવામાં આવ્યો હતો. આ કૂવા પર ગામની મહિલાઓ કમર પર અને માથા પર ઘડા મૂકી કુવાનું મીઠું પાણી ભરવા જતી હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે દરિયા પાસે આવેલો છે કૂવો,અને દરિયાનું પાણી ખારું જોવા મળે છે જ્યારે કૂવાનું પાણી મીઠું છે.
પહેલાના સમયમાં ડુમસ ગામ , કાંદી ફળીયા ગામ અને આસપાસના ગામમા નવાબો શાસન કરતા હતા, જેથી ડુમસના કુવાને નવાબના કૂવા તરીકે ઓળખવામાં આવતો હતો અને આ કુવાની મદદથી ગામના લોકો આજદિન સુધી એટલે કે હાલ પણ પીવાનું પાણી મેળવી રહ્યા છે. આમ તો સુરતમાં હદ વિસ્તરણ બાદ સુરત શહેરની આસપાસના મોટા ભાગના ગામડાઓ સુરત મહાનગર પાલિકાની હદમાં આવી ગયા છે , પરંતુ સુરત એરપોર્ટ અને દરિયા કિનારાની નજીક ડુમસ ગામ આવેલું જે મહાનગર પાલિકાની હદમાં આવેલું છે. અને ત્યાજ 500 મીટર પર આવેલા કાંદિ ફળિયા ગામ માં અડીખમ છે વર્ષો જૂનો મજબૂત અને ઐતિહાસિક કૂવો જે જિલ્લા પંચાયતની હદમાં આવેલો છે. કૂવો દરિયા નજીક છે પરંતુ એને ઐતિહાસીક એટલે કહેવા માં આવે છે કારણકે એ નવાબોના સમય પહેલાનો કુવો છે, જયા અત્યાર સુુધી મીઠું પાણી આવે છે. પરંતુ સમય જતાં હવે અચાનક એ ખારૂ થઈ ગયું છે. જેના કારણે હાલના સ્થાનીક લોકો પણ પરેશાનીમાં મકાઇ ગયા છે. પરંતુ વર્ષોથી આજ પાણી તેઓ વાપરતા આવ્યા છે, જેથી તેઓ એ પાણી ને ભરીને પોતાના ઘર વપરાશમાં લે છે.
અનેક ગામડાઓની તરસને આ કૂવો બુજવે છે. વર્ષો સુધી આ પાણીને ગામમાં રહેતા લોકો એ વપરાશમાં લીધું છે. આ કુવાની મદદથી ગામના લોકો પીવાનું પાણી મેળવતા અને પોતાનો નાનો મોટો વેપાર પણ કરતા,પરંતુ જયારથી કુવાનું પાણી ખારૂ થઇ ગયું ત્યારથી લોકો પરેશાન થઇ ગયા છે. હાલ ડુમસ ડેવલમેન્ટ હેઠળ છે,જ્યાં પાલિકા દ્વારા અનેક સગવડો ,પ્રવાસીઓ માટે સુવિધાઓ,અવનવા સ્ટ્રપકલ મૂકી ડુમસને સુંદર બનાવવાનું કામ કર્યું છે.
ડુમસમાં સ્કૂલ, સરકારી પાણી , ડ્રેનેજ , હેલ્થ સેન્ટર સહિતની સગવડતાઓ પાલિકામાં ગામનો સમાવેશ થયા બાદ પૂરી પાડવામાં આવી છે. પરંતુ કાંદિ ફળયા ગામ હજી પણ જિલ્લા પંચાયતમાં આવે છે. જેથી 500 મીટર નજીક આવેલા ડુમસ ગામને સુરત મહાનગર પાલિકા દ્વારા તમામ સુખ સુવિધાઓ આપી દેવાયા બાદ પણ કૂવો નહિ બદલાયો,છતાં ગામવાસીઓ આજની તારીખમાં પણ યોગ્ય રીતે ઘરોમાં પાણી નહિ આવતા ઐતિહાસિક કુવા કુવાનું પાણી ઉપયોગમાં લે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


