Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar Murder: સગીરાને ઘરેથી ભગાડી જનાર યુવકની શંકાસ્પદ સળગેલી લાશ નદી કાંઠે મળી

Surendranagar Murder: ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી ભોગાવો નદી પસાર થતી હોય છે. ત્યારે આ નદીના કાંઠેથી એક યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી. જોકે આ લાશ સળગેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે આ મામલાને લઈ ચોટીલા તાલુકામાં ચર્ચાનો માહોલ...
surendranagar murder  સગીરાને ઘરેથી ભગાડી જનાર યુવકની શંકાસ્પદ સળગેલી લાશ નદી કાંઠે મળી
Advertisement

Surendranagar Murder: ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી ભોગાવો નદી પસાર થતી હોય છે. ત્યારે આ નદીના કાંઠેથી એક યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી. જોકે આ લાશ સળગેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે આ મામલાને લઈ ચોટીલા તાલુકામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

  • ચોટીલાની ભોગાવો નદીના કાંઠેથી લાશ મળી

  • લાશ સળગેલી હાલતમાં મળી આવી

  • યુવકની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન

મળતી માહિતી મુજબ દેવસર ગામની સીમમાંથી એક સગીરાને આ મૃતક યુવક ભગાડીને લઈ ગયો હતો. ત્યારે આ સગીરાની પરિવારજનો સહિત ગામલોકો દ્વારા ખુબ જ શોધખોળ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના 4 દિવસ પહેવા બની હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Saurashtra Earthquake: ભર ઉનાળે ગીર-સોમનાથમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

Advertisement

લાશ સળગેલી હાલતમાં મળી આવી

પરંતુ આ સગીરા આપમેળે બે દિવસની અંદર પાછી ઘરે પરત ફરી હતી. ત્યારે પરિવારજનોના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો, અને ગામલોકમાં હાંશકારો થયો હતો. પરંતુ પરિવારજનો સાથે ગામલોકો યુવક વિરુદ્ધ ખુબ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. ત્યારે તેમણે કોઈપણ કાળે બદલો લેવાની ભાવના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Bharuch બેઠક પર મામા-ભાણેજ વચ્ચે કાંટાની ટક્કર

યુવકની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન

ત્યારે સંજોગોવશાત આ રીતે યુવકની બે દિવસ બાદ લાશ મળી આવતા યુવકના પરિવારજનોમાં આંક્રદ છવાયો છે. તે ઉપરાંત યુવકની લાશ સળગેલી હાલતમાં મળી આવી છે. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી કરી છે. તે ઉપરાંત મૃતક યુવકના પરિવારજનો દ્વારા સગીરાના પરિવારજનો ઉપર હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: AHMEDABAD એરપોર્ટથી હવે સીધી વડોદરાની GSRTC બસ સેવા શરૂ કરાશે, જાણો વિગત

Tags :
Advertisement

.

×