Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઓનલાઇન ગેમ થકી મળેલ યુવક સિવાય યુવતિએ કંઇ ન વિચાર્યું

VADODARA : વડોદરા (VADODARA) માં ઓનલાઇન ગેમ (ONLINE GAME) મારફતે યુવકને મળેલી યુવતિ તેની સાથે લગ્ન કરવાની જીદે ચઢી હતી. વાત એ હદે વણસી કે, પરિવારે યુવતિને સમજાવવા માટે મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લેવી પડી હતી. અભયમની (ABHAYAM HELPLINE 181)...
vadodara   ઓનલાઇન ગેમ થકી મળેલ યુવક સિવાય યુવતિએ કંઇ ન વિચાર્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ઓનલાઇન ગેમ (ONLINE GAME) મારફતે યુવકને મળેલી યુવતિ તેની સાથે લગ્ન કરવાની જીદે ચઢી હતી. વાત એ હદે વણસી કે, પરિવારે યુવતિને સમજાવવા માટે મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લેવી પડી હતી. અભયમની (ABHAYAM HELPLINE 181) ટીમે અસરકારક રીતે કાઉન્સિલીંગ કરીને યુવતિને સમજાવતા હાલ મામલો થાળે પડ્યો છે. અને યુવતિએ લેખીતમાં હેરાનગતિ નહિ કરવાનું જણાવ્યું છે.

મોબાઇલ ચાર્જિંગમાં મુક્યો

ગોત્રી વિસ્તારમાંથી મદદ માટે અભયમની ટીમને ફોન આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ ટીમે સ્થિતી જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં જાણ્યું કે, પરિવારની દિકરી ઉત્તરાખંડના છોકરા જોડે લગ્ન કરવાની જીદ કરે છે. 6 મહિના પહેલા ઓનલાઇન ગેમ મારફતે તે યુવકના સંપર્કમાં આવી હતી. છોકરો 6 મહિનાથી વડોદરાની હોટલમાં રસોઇ બનાવે છે. અને તે હોટલમાં દિકરી વાસણ ધોવાનું કામ કરતી હતી. એક દિવસ તેણે ત્યાં મોબાઇલ ચાર્જિંગમાં મુક્યો હોય છે. અને તેનું લોક હોતું નથી. જેથી યુવક તેનો નંબર લઇ લે છે. અને ત્યાર બાદજ બંને વચ્ચે લગ્નની વાતો થાય છે.

Advertisement

પહાડો પર ચઢીને કામ થશે

જે બાત બંને મળતા પણ થયા હતા. આ વાતની જાણ યુવતિના ઘરે થતા માતા-પિતા તેને સમજાવે છે. ભાભીએ તો તરત જ કહી દીધું કે, તુ જો આ છોકરા સાથે લગ્ન કરશે તો હું સાસરી છોડીને જતી રહીશ. તો સામે યુવતિ ઘર છોડીને જતા રહેવાની ધમકી આપે છે. છોકરો હાલ ઉત્તરાખંડ ગયો છે. બે દિવસમાં તેના માતા-પિતાને લઇને આવશે. પછી લગ્નની વાત થશે. દરમિયાન છોકરાની માતા જણાવે છે કે, તું લગ્ન કરીને આવીશ તો પહાડો પર ચઢીને કામ થશે. સમગ્ર સ્થિતી જાણીને અભયમ યુવતિનું અસરકારક કાઉન્સિલીંગ શરૂ કરે છે.

Advertisement

પરિવારની સહમતિ લો

અભયમની ટીમ યુવતિને જણાવે છે કે, ઓનલાઇન ગેમથી સંપર્કમાં આવેલા વ્યક્તિ જોડે લગ્ન માટે આંધળો વિશ્વાસ ન કરવો જોઇએ. પરિવારને પણ જાણવું પડે. માં-બાપ તમારૂ સારૂ જ વિચારે છે. પરિવારને ધમકી પણ ન આપવી જોઇએ. માતા પિતા જોડે રહી તેમની વાત માનો, લગ્નને લઇને પરિવારની સહમતિ લો. સાથે જ યુવતિને કાયદાકીય સમજ પણ આપી હતી. આખરમાં તેણે સમજીને માતા પિતાને કોઇ પણ પ્રકારે હેરાન નહિ કરે તેવી લેખિતમાં બાંહેધારી આપી હતી. આમ, અભયમની ટીમે મામલાનો સુખદ અંત લાવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : રવિવારે “તમારા મતદાન મથકને જાણો” અભિયાન યોજાશે

Tags :
Advertisement

.

×