Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : એક સાથે 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ, મહિલાને બંને પગે ગંભીર ઇજા

વડોદરાના (Vadodara) મકરપુરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં, 5 મકાનોની બાલ્કની એકસાથે ધરાશાઈ થઈ હતી. બાલ્કની ધરાશાઈ થઈ તેના થોડા સમય પહેલા જ ત્યાં 15 થી વધુ બાળકો રમી રહ્યા હતા. જો કે, બાળકોને બાલ્કની ધરાશાઇ થવાનો આભાસ થતાં...
vadodara   એક સાથે 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ  મહિલાને બંને પગે ગંભીર ઇજા
Advertisement

વડોદરાના (Vadodara) મકરપુરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં, 5 મકાનોની બાલ્કની એકસાથે ધરાશાઈ થઈ હતી. બાલ્કની ધરાશાઈ થઈ તેના થોડા સમય પહેલા જ ત્યાં 15 થી વધુ બાળકો રમી રહ્યા હતા. જો કે, બાળકોને બાલ્કની ધરાશાઇ થવાનો આભાસ થતાં દોડીને સુરક્ષિત સ્થળે જતાં રહ્યા હતા. આથી તમામનો આબાદ બચાવ થયો હતો. બાળકો રમતાં હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં એક મહિલાને બંને પગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફાયરની ટીમે (fire brigade) કામગીરી હાથ ધરી હતી.

એક સાથે 5 મકાની બાલ્કની ધરાશાયી થઈ

Advertisement

બાળકોને આભાસ થતાં જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા

વડોદરાના (Vadodara) મકરપુરામાં (Makarpura) આવેલ રાધા કૃષ્ણ પાર્કમાં એક જ શેરીમાં આવેલા 30 થી 35 નંબરનાં 5 મકાનોની બાલ્કની અચાનક ધરાશાઈ થતાં દોડધામ મચી જવા પામી હતી. માહિતી મુજબ, બાલ્કની જ્યારે ધરાશાયી થઈ તેના થોડા સમય પહેલા ત્યાં 15 થી વધુ બાળકો રમી રહ્યા હતા. જો કે, બાળકોને એકાએક બાલ્કની (balcony collapse) ધરાશાયી થતી હોવાનો આભાસ થતાં તમામ ત્યાંથી સુરક્ષિત સ્થળે દોડી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો. બાળકો રમતાં હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

મહિલાને બંને પગે ગંભીર ઇજા

માલિકોને મકાનો ઉપયોગ ન કરવા નોટિસ

આ દુર્ઘટનામાં એક મહિલાને બંને પગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ (Vadodara Police) અને ફાયર બ્રિગેડને થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. આ મકાનો જૂના અને જર્જરિત હોવાથી બાલ્કની ધરાશાયી થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. કોર્પોરેશન (VMC) દ્વારા માલિકોને મકાનનો ઉપયોગ ન કરવા નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો - Rajkot GameZone : TPO સાગઠિયાની તપાસમાં વધુ 20 અધિકારીઓ પર પૂછપરછની તલવાર!

આ પણ વાંચો - Rajkot : આજે મહાસંમેલન, સનાતન ધર્મનું અપમાન કરનારાઓની હવે ખેર નહીં!

આ પણ વાંચો - Vadodara: હરણી બોટ દુર્ઘટના કેસના 10 આરોપીઓના જામીન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યા

Tags :
Advertisement

.

×