Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોંગ્રેસને "અન્યાય" થતા આગેવાનો કલેક્ટર કચેરી દોડ્યા

VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીના (VADODARA - ELECTION VOTE COUNTING DAY) એક દિવસ પહેલા શહેર કોંગ્રેસના (VADODARA CITY CONGRESS LEADERS) આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને "અન્યાય" બાબતે રજુઆત કરવામાં આવી છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે,...
vadodara   કોંગ્રેસને  અન્યાય  થતા આગેવાનો કલેક્ટર કચેરી દોડ્યા
Advertisement

VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીના (VADODARA - ELECTION VOTE COUNTING DAY) એક દિવસ પહેલા શહેર કોંગ્રેસના (VADODARA CITY CONGRESS LEADERS) આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને "અન્યાય" બાબતે રજુઆત કરવામાં આવી છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, ટાંક સાહેબ દ્વારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવી હતી કે, તમારે 14 નામો મોકલવાના છે. અમે કહ્યું કે, 15 નામો હોય છે. જ્યારે ગઇ કાલે અમે કલેક્ટર કચેરીએ આવ્યા ત્યારે જાણ થઇ કે ભાજપ પાસેથી 15 નામો લેવામાં આવ્યા છે. તો કોંગ્રેસ સાથે અન્યાય કેમ !

નિયમાનુસાર 15 નામો હોવા જોઇએ

કલેક્ટર કચેરી પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, આવતી કાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરી થવાની છે. અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી એજન્ટ દ્વારા તમામ પ્રોસીજર પૂર્ણ કરવામાં આવ્યો છે. વિધાનસભા વાઇસ ફોર્મ - 18 અનુસાર, વિધાનસભા દીઠ 15 નામો મુકવાના હોય છે. અમારા ચૂંટણી એજન્ટ દ્વારા મોખિત અને રૂબરૂ મુલાકાત દરમિયાન રજૂઆત કરવા છતા પણ ચૂંટણી અધિકારીની નીચે કામ કરતા ટાંક સાહેબ દ્વારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવી હતી કે, તમારે 14 નામો મોકલવાના છે. અમે કહ્યું કે, 15 નામો હોય છે. જ્યારે ગઇ કાલે અમે કલેક્ટર કચેરીએ આવ્યા ત્યારે જાણ થઇ કે ભાજપ પાસેથી 15 નામો લેવામાં આવ્યા છે. તો કોંગ્રેસ સાથે અન્યાય કેમ, અમારા કેમ 14 નામ, નિયમાનુસાર 15 નામો હોવા જોઇએ.

Advertisement

અધિકારીઓની ટ્રેઇનીંગમાં કોઇ ભુલ

વધુમાં તેમણે જણાવ્યું કે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ લાગે છે. ચાલુ ચૂંટણીમાં પણ અનેક ફરિયાદો કરી, કોઇ સંતોષકારક જવાબો નથી મળ્યા. અમે તો ચૂંટણીમાં સાથસહકાર આપવા માંગીએ છીએ. કાઉન્ટીંગ દરમિયાન અગાઉ લોકસભા અને વિધાનસભામાં જે અનુભવો થયા, શરૂઆતના રાઉન્ડનું કાઉન્ટીંગ ચાલતું હોય અને અંગે કોઇ જાહેરાત ન થાય, નોટીસ બોર્ડ પર ન લખાઇ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટીંગ શરૂ કરવું જોઇએ નહિ. પોસ્ટલ બેલેટમાં મતગણતરી થાય, તેનું પરિણામ ઇવીએમ મશીન પહેલા જાહેર થાય તેવી રજુઆત કરવામાં આવી છે. તેમણે અમારી માંગને ગ્રાહ્ય રાખી છે. અમારા 15 નામો રાખશે. કલેક્ટરની નીચેના અધિકારીઓની ટ્રેઇનીંગમાં કોઇ ભુલ થઇ છે, અથવા તો જાણી જોઇને પક્ષપાતી વલણ અપનાવે છે. જેથી તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠવા પામ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું “ઘર ચાલે તેમ નથી”

Tags :
Advertisement

.

×