Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભીષણ ગરમી વચ્ચે શબવાહિની માટે કોલ વધ્યા

VADODARA : વડોદરા (VADODARA) સહિત ગુજરાતભરમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના તમામ શહેરોમાં ગરમીએ પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. ત્યારે રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે શબવાહિની (CREMATORY CAR) ની માંગમાં વધારો થઇ રહ્યો હોય...
vadodara   ભીષણ ગરમી વચ્ચે શબવાહિની માટે કોલ વધ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) સહિત ગુજરાતભરમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના તમામ શહેરોમાં ગરમીએ પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. ત્યારે રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે શબવાહિની (CREMATORY CAR) ની માંગમાં વધારો થઇ રહ્યો હોય તેવું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ મહિનાની 25 તારીખ સુધીમાં પાલિકાના ફાયર બ્રિગેડને શબવાહિની માટે 300 થી વધુ કોલ મળ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. આ આંકડા ચિંતાજનક હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગરમીની અસરને લઇને સૌ કોઇ ચિંતીત

વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. નજીકમાં ગરમીથી રાહત મળે તેવા કોઇ સમાચાર સામે આવવા પામ્યા નથી. તેવામાં આ મહિનામાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતી શબવાહિની સેવા માટે 25 તારીખ સુધીમાં 300 થી વધુ કોલ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગરમીની અસરને લઇને સૌ કોઇ ચિંતીત છે. પરંતુ શબવાહિનીની માંગના આંકડા તેનાથી વધારે ચિંતા કરાવે તેવા હોવાની ચર્ચા છે.

Advertisement

ઉંચી જવાની શક્યતા

સુત્રોના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડને મૃતદેહોનો સ્મશાન લઇ જવા માટે એપ્રીલ માસમાં 280 થી વધુ કોલ મળ્યા હતા. જેની સંખ્યાં આ મહિનાના અંતે ઉંચી જવાની શક્યતા છે. જો કે, વડોદરામાં ફાયર બ્રિગેડ સિવાય અનેક હોસ્પિટલો, સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આ સેવા આપવામાં આવે છે. જો તેના સંયુક્ત આંકડા પર નજર નાંખવામાં આવે તો ખરો અંદાજો આવી શકે તેમ છે.

Advertisement

સ્ટ્રોક વોર્ડ ઉભો કરવામાં આવ્યો

વડોદરામાં ગરમીની અસરોને હવે તંત્ર પણ ગંભીરતાથી લઇ રહ્યું છે. તંત્ર દ્વારા સરકારી એસએસજી હોસ્પિટલમાં અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. અને ભીષણ ગરમીની અસર સાથે દાખલ થતા દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ચોમાસા પહેલા હોર્ડિંગ્સનું જોખમ ધટાડવાની કાર્યવાહી તેજ

Tags :
Advertisement

.

×