Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અકસ્માતમાં મૃત્યુ મામલે શંકા ઉઠાવતા પરિજનો

VADODARA : વડોદરા (VADODARA) પાસે મંજુસર વિસ્તારમાં બાઇક અને અન્ય વાહન વચ્ચે અકસ્માત થતા ચાલક ગંભીર ઘાયલ થયો હતો. આ ઘટનામાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ મામલે પરિજનો દ્વારા અગાઉની...
vadodara   અકસ્માતમાં મૃત્યુ મામલે શંકા ઉઠાવતા પરિજનો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે મંજુસર વિસ્તારમાં બાઇક અને અન્ય વાહન વચ્ચે અકસ્માત થતા ચાલક ગંભીર ઘાયલ થયો હતો. આ ઘટનામાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ મામલે પરિજનો દ્વારા અગાઉની અદાવતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવવી રહી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

ટક્કર મારતા ગંભીર ઇજાગ્રસ્ત

મંજુસર પોલીસ મથકમાં મિથુનભાઇ મનુભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 10, જુનના રોજ તેઓ દુકાન સાંજે બંધ કરીને પરત કુનપાડ દયા હતા. અને બાદમાં જમી પરવારીને ઘરે બેઠા હતા. તેવામાં તેમનો ભત્રીજો આવ્યો હતો. અને જણાવ્યું કે અનીલ ચૌહાણ કાકાનો એક્સીડન્સ થયો છે. બાદમાં સ્થળ પર જઇને જોતા અનિલ રોડ સાઇડમાં પડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

પુરવાનો નાશ કર્યો

બાદમાં ઇજાગ્રસ્તનું મૃત્યુ થતા તેના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિજને સમગ્ર ઘટનાને લઇને શંકા ઉઠાવતા કહ્યું કે, મૃતક મારા સાળા થાય છે અને તેઓ કામ અર્થે પોતાનના ગામથી મંજુસર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી એક ટ્રેક્ટર આવ્યું અને સામ સામે અથડાતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના લોકો કહી રહ્યા છે કે એક વર્ષ અગાઉ થયેલ બબાલને લઇ આ અકસ્માત કરી મૃત્યુ નિપજાવ્યું છે અને ફરાર થઇ ગયા છે. આ અકસ્માત બાદ આ બાબતની જાણ ન તો પોલીસને કરી છે, કે ન તો એમ્બ્યુલન્સ બોલાવી છે. અકસ્માત આચરનાર વ્યક્તિએ સ્થળ પરથી ટ્રેક્ટર હટાવ્યું છે અને પુરવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતે ઉંડી તપાસ થવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સરકારી દવાખાનામાં સોસાયટીની ગેરકાયદેસર ગટર લાઇન નાખી દેવાઇ

Tags :
Advertisement

.

×