Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કારેલીબાગમાં આવેલા પતંજલિ મેગા સ્ટોરમાં આગ

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ-સંગમ ચાર રસ્તા પાસે આવેલા પતંજલિ મેગા સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ...
vadodara   કારેલીબાગમાં આવેલા પતંજલિ મેગા સ્ટોરમાં આગ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ-સંગમ ચાર રસ્તા પાસે આવેલા પતંજલિ મેગા સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં મેગા સ્ટોર સંચાલકોને મોટું નુકશાન થયું હોવાની ભીતી સેવાઇ રહી છે.

દુર સુધી જોઇ શકાતા હતા

વડોદરાના સૌથી વ્યસ્ત રહેતા સંગમ ચાર રસ્તા પાસે આવેલા પતંજલિ મેગા સ્ટોર આવેલો છે. આ સ્ટોરમાં આજે બપોરના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા નિકળ્યા હતા. જે દુર સુધી જોઇ શકાતા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા.

Advertisement

મોટું નુકશાન પહોંચ્યું હોવાની ભીતી

સુત્રો જણાવી રહ્યા છે કે, આગ બાદ ધુમાડાના ગોટે ગોટા દુર સુધી દેખાતા લોકોમાં ઉત્સુકતા સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધુમાડા એટલા તિવ્ર હતા કે એક સમય સુધી ફાયર બ્રિગેડના જવાનોએ બહારથી જ સ્થિતી સંભાળવી પડી હતી. ધીરે ધીરે સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં મેગા સ્ટોરના સંચાલકોને મોટું નુકશાન પહોંચ્યું હોવાની ભીતી સેવાઇ રહી છે. મેગા સ્ટોરમાં ગ્રાહકોની વિવિધ જરૂરીયાત પ્રમાણે કરિયાણા, દવાઓ સહિતની વસ્તુઓ મોટી રેેજમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

Advertisement

નુકશાનીનો સરવે હાથ ધરાશે

સુત્રો ઉમેરી રહ્યા છે કે, આગ લાગવાની ઘટનાને પગલે એક તબક્કે રસ્તા પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. સૌ કોઇને ઘટના અંગે જાણવું હતું. જો કે, ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇને આગ પર કાબુ મેળવી લેતા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યા બાદ હવે નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : બેલેટ અને કંટ્રોલ યુનિટને સાથે રાખતી બેગ કર્મીએ માટે મોટી રાહત

Tags :
Advertisement

.

×