Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ કર્મીઓ દ્વારા લારીધારકને માર મારવા મામલે તપાસ તેજ

VADODARA : વડોદરાના સ્ટેશન વિસ્તારમાં (STATION AREA - VADODARA) ઇંડાની લારી ધરાવતા યુવકને મોડી રાત્રે પોલીસ કર્મીઓ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવાના કિસ્સામાં તપાસ તેજ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી...
vadodara   પોલીસ કર્મીઓ દ્વારા લારીધારકને માર મારવા મામલે તપાસ તેજ
Advertisement

VADODARA : વડોદરાના સ્ટેશન વિસ્તારમાં (STATION AREA - VADODARA) ઇંડાની લારી ધરાવતા યુવકને મોડી રાત્રે પોલીસ કર્મીઓ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવાના કિસ્સામાં તપાસ તેજ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. અને તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

તાજેતરમાં વડોદરાના સ્ટેશન વિસ્તારમાં ઇંડાની લારી ધારક જોડે પોલીસ કર્મીઓને બોલાચાલી થઇ હતી. વાત વણસતા પોલીસ જવાનો દ્વારા ઇંડાની લારી ધારકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટનામાં ઇંડાની લારી ચલાવનાર શખ્સ પોલીસની ગાડી જોડે ઘસડાયો હતો. અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ આ ઘટનાના આરોપી પોલીસ જવાન મોહંમદ સશીર સલીમ, રધુવિર ભરતભાઇ અને કિશન પરમાર સામે સયાજીગંજ હત્યાના ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

તપાસમાં સહકાર આપતા નથી

તમામની અટકાયત બાદ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ સમક્ષ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુત્રો જણાવી રહ્યા છે કે, પોલીસ દ્વારા લારી ધારકને મારવા માટે લાકડી સિવાય અન્ય કોઇ સાધનનો ઉપયોગ કર્યો હતો કે કેમ સહિતના સવાલોના જવાબ મેળવવા અંગે તપાસ કરવામાં આવશે. પરંતુ આરોપીઓ કાયદાના જાણકાર હોવાથી તપાસમાં સહકાર આપતા નથી.

Advertisement

શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આ ઘટના સામે આવ્યા બાદ વિવિધ પોલીસ મથક દ્વારા લારીધારકો સાથે મીટીંગ કરીને તેમને ચોક્કસ સમય બાદ લારી નહિ ચાલુ રાખવા માટે જણાવાયું છે. હવે આ મામલે પોલીસ જવાનો સામે કોઇ કડક પગલાં લેવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : મોડી સાંજે કમાટીબાગના સહેલાણીઓ મોબાઇલ ટોર્ચ લાઇટના ભરોસે

Tags :
Advertisement

.

×