Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : હાથીખાના માર્કેટમાંથી ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો જપ્ત કરાયો

Vadodara : વડોદરા  શહેરમાં આવેલ હાથીખાના માર્કેટમાં ( Hathikhana market )વિક્રેતાઓને ત્યાં ડુપ્લીકેટ મરચું (duplicate chillies )તેમજ મરી મસાલા વેચાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે SOG ની ટીમે કોર્પોરેશનની ખોરાક શાખા વિભાગની ટીમ સાથે રાખી હાથીખાના માર્કેટમાં તપાસ હાથ...
vadodara   હાથીખાના માર્કેટમાંથી ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો જપ્ત કરાયો
Advertisement

Vadodara : વડોદરા  શહેરમાં આવેલ હાથીખાના માર્કેટમાં ( Hathikhana market )વિક્રેતાઓને ત્યાં ડુપ્લીકેટ મરચું (duplicate chillies )તેમજ મરી મસાલા વેચાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે SOG ની ટીમે કોર્પોરેશનની ખોરાક શાખા વિભાગની ટીમ સાથે રાખી હાથીખાના માર્કેટમાં તપાસ હાથ ધરી હતી જેમાં 200 કિલો શંકાસ્પદ ડુપ્લીકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરામાં ( Vadodara ) હાથીખાના માર્કેટમાં આવેલ ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી શંકાસ્પદ કલર વાળું મરચું મળી આવ્યું હતું અંદાજે 200 કિલો જેટલો મરચુ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે..એસ ઓ જી દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીમા વડોદરા કોર્પોરેશનની ખોરાક વિભાગની ટીમ ઊંઘતી ઝડપાઇ છે.. જેથી તેમની સામે અનેક સવાલો ઉભા થાય છે.

Advertisement

Advertisement

ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ

રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

વડોદરાના હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચુ ઝડપાયું છે. જેમાં 200 કિલો મરચા પાવડરના જથ્થા સાથે વેપારીએ પણ કબૂલાત કરી છે કે અમદાવાદના માધુપુરામાંથી મરચા અને ધાણા પાવડર લાવે છે. સસ્તામાં મરચા પાવડર વેચાતા શંકાઓ ઉભી થઇ હતી. જેમાં એસ.ઓ.જીએ બાતમીને આધારે દરોડો પાડતા ચોંકાવનારા ખુલાસા થયા છે.

આ પણ વાંચો - મહિલા સાથે દુષ્કર્મ કરનાર 2 પોલીસકર્મી સહિત 4 સામે નોંધાયો ગુનો

Tags :
Advertisement

.

×