Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સમા કચેરી પહોંચ્યો મોરચો, લોકોનો એક જ સુર "જુના મીટર પાછા આપો"

VADODARA - SMART ELECTRICITY METER CONTROVERSY : વડોદરાના સમા વિસ્તારમાં આવેલી વિજ કંપનીની કચેરીએ સ્માર્ટ વિજ મીટરનો કકળાય પહોંચ્યો છે. કચેરી બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇને સુત્રોચ્ચાર કરતા નજરે પડી રહ્યા છે. તમામ લોકો એકીસુરે જુના મીટર પાછા આપવાની...
vadodara   સમા કચેરી પહોંચ્યો મોરચો  લોકોનો એક જ સુર  જુના મીટર પાછા આપો
Advertisement

VADODARA - SMART ELECTRICITY METER CONTROVERSY : વડોદરાના સમા વિસ્તારમાં આવેલી વિજ કંપનીની કચેરીએ સ્માર્ટ વિજ મીટરનો કકળાય પહોંચ્યો છે. કચેરી બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇને સુત્રોચ્ચાર કરતા નજરે પડી રહ્યા છે. તમામ લોકો એકીસુરે જુના મીટર પાછા આપવાની માંગ બુલંદ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. લોકોએ વિજ કંપનીની હાય હાય બોલાવીને વિરોધ નોંધાવી રહ્યા છે.

કાલે જ રૂ. 2700 કપાઇ ગયા

સમા કચેરી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. અને સ્માર્ટ વિજ મીટરને લઇને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વિરોધ કરતી મહિલા જણાવે છે કે, મારા ઘરે સ્માર્ટ વિજ મીટર લાગી ગયું છે. કાલે 5 હજાર ભર્યા તો તેમાંથી રૂ. 2700 રૂપિયા કપાઇ ગયા. અમારે બે મહિનાનું રૂ. 3500 બીલ આવે છે. તેની સામે કાલે જ રૂ. 2700 કપાઇ ગયા છે. અમે તો ઘરે ઘરે કામ કરીને મહેનત કરીએ છીએ. મોબાઇલ પણ નથી, અમને ખબર કેવી રીતે પડે. અમને જુનુ મીટર આપો. ભલે મહિનાનું બીલ આવે. પૈસા ક્યાંથી લાવીએ. સાદા મોબાઇલમાં સ્માર્ટ વિજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરીએ.

Advertisement

Advertisement

મોંઢે મીટર મુકો

આંખોમાં આંસુ સાથે અન્ય એક મહિલાએ કહ્યું કે, ઘરમાં ખાવાના ફાંફાં છે. અમે કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. પહેલા બીલ આવતું હતું. અને વિજ બીલ ભરવા માટેનો સમય આપવામાં આવતો હતો. હવે તાત્કાલિક ક્યાંથી પૈસા કાઢીએ અમે. મોંઢે મીટર મુકો. અમે ગરીબ માણસો કંઇ બોલી નથી શકતા. અમે કહ્યું હતું કે અમે ભાડે રહીએ છીએ. આ મીટર નથી જોઇતું, તેમણે કહ્યું કે, આ મીટર નહિ લગાડો તો જુનુ 15 દિવસમાં લઇ જશે. પછી તમે પૈસા ભરસો પછી જ મળશે. ત્યારે આટલા ભવાડા કરશે તેવી ખબર ન્હતી. અમને એમ કે પૈસા ઓછા થશે. ગરીબ માણસ કેવી રીતે જીવે છે ખબર છે તમને. બધાને પોતાના ખીસ્સા ભરવા છે, બંગ્લા બનાવવા છે, જલસા કરવા છે. મોટી ગાડીઓમાં ફરવું છે. અહિંયા ખાવા નથી મળ્યું.

તેમને લોકોનો રોષ ખબર પડી જાત

કોંગી આગેવાન જીતેન્દ્ર સોલંકી જણાવે છે કે, પહેલા તો લોકો વચ્ચે જઇને જાણકારી આપવી જોઇએ. તેની તપાસ કરવી જોઇએ. મીટરની ખામી પહેલા ચકાસી અને તેને દુર કરવી જોઇએ. જેને આ મીટર ન જોઇએ તેને જુના મીટર યથાવત રાખવા જોઇએ. ભાજપે ચૂંટણી પહેલા આ મીટર નાંખવા જોઇતા હતા, તો તેમને લોકોનો રોષ ખબર પડી જાત. લોકોના બીલમાં વધારો થઇ રહ્યો છે. ગરીબ જનતાને સ્માર્ટ વિજ મીટરમાંથી મુક્તિ આપવી જોઇએ.

કચેરીથી માર્ગદર્શન લેવું પડશે

વિજ કંપનીના કર્મચારી જણાવે છે કે, વિરોધ થઇ રહ્યો છે તેને લઇને ગઇ કાલે એમડી સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અમે લોકોની અરજી સામે તપાસ કરવા તૈયાર છે. લોકોની રજૂઆત છે કે, રાત્રે લાઇટ બંધ થઇ જાય છે. અમે રાત્રે લાઇટ બંધ કરતા નથી. ઓફિસકાર્યના સમયમાં જ તે કરવામાં આવશે. કોઇ ગ્રાહકને જાણ ન હોય તો અમે સમજ આપીએ છીએ. અમારે વિજ મીટરને લઇને ઉપરની કચેરીથી માર્ગદર્શન લેવું પડશે. તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરીશું. સમા વિસ્તારમાં 950 સ્માર્ટ મીટર લાગ્યા છે. અમારે ત્યાં સોલાર મીટર લાગ્યું હોવાથી સ્માર્ટ મીટર લાગ્યું નથી. સ્માર્ટ ફોન ન હોય તો એપ્લીકેશન ન મળી શકે, પરંતુ મેસેજની સેવાઓ મળી રહે છે.

આ પણ વાંચો -- VADODARA : વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો

Tags :
Advertisement

.

×