Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : એક રાતમાં રૂ. 7.82 લાખનું નુકશાન

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં ટ્રાન્સપોર્ટનો સામાન લાવવા-લઇ જવા માટેના ટેમ્પામાં રાત્રે માલ ભરીને બીજા દિવસે ડિલીવરી કરવા જવાનું હોય છે. તેવામાં માલ-સામાનની ડિલીવરી કરવા જતા બિલ્ટીમાં જણાવ્યા અનુસાર માલના જથ્થા કરતા ઓછો જથ્થો હોવાનું મળી આવ્યું...
vadodara   એક રાતમાં રૂ  7 82 લાખનું નુકશાન
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં ટ્રાન્સપોર્ટનો સામાન લાવવા-લઇ જવા માટેના ટેમ્પામાં રાત્રે માલ ભરીને બીજા દિવસે ડિલીવરી કરવા જવાનું હોય છે. તેવામાં માલ-સામાનની ડિલીવરી કરવા જતા બિલ્ટીમાં જણાવ્યા અનુસાર માલના જથ્થા કરતા ઓછો જથ્થો હોવાનું મળી આવ્યું હતું. જેને લઇને એક જ રાતમાં રૂ. 7.82 લાખનું નુકશાન થવા પામ્યું છે. ઉપરોક્ત મામલે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે.

સામાન તાડપતરી મારી રસ્સી વડે બાંધી દેવાયો

કરજણ પોલીસ મથકમાં કાંતિભાઇ ભોગીલાલભાઇ તડવી (ઉં. 45) (રહે. નવી નગરી, સમાદરા, ખેડા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડ્રાઇવરની નોકરી કરે છે. કંપનીનું પરચુરણ માલ લાવવા-લઇ જવા માટે બુકીંગ કરાવવામાં આવે છે. 1, એપ્રિલે શેઠે પરચુરણ માલ ભરી પોર, સાધલી, સેગવા, કારવણમાં ખાલી કરાવા જણાવ્યું હતું. ટ્રાન્સપોર્ટ ઓફિસની બિલ્ટી અનુસાર કુલ 214 કાર્ટુન મુકવામાં આવ્યા હતા. તમામને તાડપતરી મારી રસ્સી વડે બાંધી દેવામાં આવ્યા હતા. તે રાત્રે તેઓ ઘર પાસે ગાડી લોક મારીને જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે 6 વાગ્યે ટેમ્પો લઇને ડિલીવરી માટે નિકળી ગયા હતા.

Advertisement

6 કાર્ટુન ગાયબ

કરજણ એપીએમસીની ઓફિસમાં બિલ્ટી મુજબ 153 કાર્ટુન ખાલી કરવાના હતા. જ્યાં 6 કાર્ટુન ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ અમદાવાદની ઓફિસ જઇને શેઢનું ધ્યાન દોરે છે. ગણતરી કરતા ધ્યાને આવ્યું કે, અલગ અલગ પ્રકારની સીગરેટના કુલ. રૂ. 7.82 લાખના કાર્ટુનની ચોરી થયેલી છે. જેના આધારે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

આમ., એક જ રાતમાં ટ્રાન્સપોર્ટરને રૂ. 7.82 લાખનું નુકશાન પહોંચવા પામ્યું છે. પોલીસ ફરિયાદ બાદ માલની ક્યાંથી ચોરી થઇ, કોણ કોણ શખ્સો આમાં સામેલ હતા, સહિતના સવાલો ઉકેલવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની તપાસના અંતે શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો -- Mahisagar : દારૂનાં ગીતો પર નાના ભૂલકાંઓને ડાન્સ કરાવતો Video વાઇરલ થતા જાણીતી શાળા ભારે વિવાદમાં!

Tags :
Advertisement

.

×