Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન: પિતાએ પુત્રના અંગોનું દાન કરીને 'અંગદાન મહાદાન'નો આપ્યો સંદેશ

ગણપતભાઇએ પોતાના બ્રેઇનડેડ પુત્રના અંગો દાન કરીને તેને અન્યોમાં જીવતો રાખવાનો સંતોષ મેળવ્યો હતો
સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન  પિતાએ પુત્રના અંગોનું દાન કરીને  અંગદાન મહાદાન નો આપ્યો સંદેશ
Advertisement
  • સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન: પિતાએ પુત્રના અંગોનું દાન કરીને 'અંગદાન મહાદાન'નો સંદેશ આપ્યો

અમદાવાદ: રાષ્ટ્રીય અંગદાન દિવસ (3 ઓગસ્ટ)ના બે દિવસ પહેલા, એટલે કે 1 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું હતું. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને તેના પિતાએ 'અંગદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ દર્શાવે છે કે મૃત્યુ પછી પણ કોઈનું જીવન બચાવવાની ભાવના કેવી રીતે માનવતાને સજીવન કરે છે.

આ કિસ્સામાં અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ધીરજભાઇ શ્રીમાળી, જે છેલ્લા 25 વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા, 28 જુલાઈએ ખેંચ આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 72 કલાકથી વધુ સમયની સઘન સારવાર બાદ 1 ઓગસ્ટે ડૉક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યું. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમે ધીરજભાઇના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાનના ફાયદા સમજાવ્યા જેના પર તેમના પિતા ગણપતભાઇએ પુત્રના અંગોનું દાન કરવાની સંમતિ આપી.

Advertisement

ગણપતભાઇએ પોતાના બ્રેઇનડેડ પુત્રના અંગો દાન કરીને તેને અન્યોમાં જીવતો રાખવાનો સંતોષ મેળવ્યો હતો. તેઓ પોતાના દિકરાને બીજાની અંદર જીવતો અનુભવી શકે છે. દિકરો ભળે જતો રહ્યો પરંતુ તેના કારણે અત્યાર અનેક લોકોને નવું જીવન મળ્યું છે, તે વાતનું તેમને આનંદ છે.

Advertisement

સિવિલ હોસ્પિટલમાં આજદિન સુધીમાં કુલ 202 અંગદાન થયા છે, જેનાથી 664 અંગોનું દાન મળ્યું છે અને 645 લોકોને નવજીવન મળ્યું છે. ધીરજભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 177 લિવર, 368 કિડની, 14 સ્વાદુપિંડ, 65 હૃદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા અને 21 ચામડીનું દાન થયું છે.

આ ઘટના રાષ્ટ્રીય અંગદાન દિવસથી થોડા દિવસો પહેલાં લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણાદાયી છે, જે 3 ઓગસ્ટે ઉજવાઈ રહ્યો છે.

અંગદાનના લાભઅંગદાન એક ઉચ્ચ માનવીય કાર્ય છે, જે નીચેના રીતે લાભો પૂરું પાડે છે:

જીવન બચાવવું:

અંગદાનથી બ્રેઇનડેડ વ્યક્તિના અંગો (જેમ કે કિડની, લિવર, હૃદય) અન્ય રોગગ્રસ્ત વ્યક્તિઓને ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમનું જીવન બચાવી શકાય છે. ઉદાહરણ તરીકે, સિવિલ હોસ્પિટલમાં 202 અંગદાનથી 645 લોકોને નવજીવન મળ્યું છે.

બીમારીઓની સારવાર:

અંગદાનથી ગંભીર બીમારીઓ (જેમ કિડની નિષ્ફળતા, લિવર સીરોઝિસ) થી પીડાતા લોકોને નવી આશા મળે છે. દાન કરેલા અંગો જેમ કે ફેફસા, સ્વાદુપિંડ અને હૃદય ગંભીર રોગોની સારવારમાં મદદ કરે છે.

પરિવાર માટે સંતોષ:

અંગદાન કરનારના સ્વજનોને મૃત્યુ પછી પણ કોઈનું જીવન બચાવવાનો આનંદ અને સંતોષ મળે છે. ઉદાહરણ તરીકે, ધીરજભાઇના પિતા ગણપતભાઇએ પુત્રના અંગદાનથી આ સંતોષ અનુભવ્યો છે. તેઓ પોતાના દિકરાને બીજાની અંદર જીવતો અનુભવી શકે છે.

સમાજિક ફાયદો:

અંગદાનથી સમાજમાં માનવતા અને દયાની ભાવના વધે છે, જે લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને વધુ લોકોને અંગદાન માટે પ્રેરે છે.

ઔષધીય સંશોધન:

કેટલાક કિસ્સાઓમાં, દાન કરેલા અંગોનો ઉપયોગ મેડિકલ રિસર્ચમાં થાય છે, જે ભવિષ્યમાં નવી ચિકિત્સા પદ્ધતિઓ શોધવામાં મદદ કરે છે.

આ પણ વાંચો- સુરત: 150 જેટલા મકાનોને ખાલી કરવા પાલિકાની નોટિસ, અસરગ્રસ્તોની કોંગ્રેસના આગેવાની હેઠળ વિરોધ

Tags :
Advertisement

.

×