Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MBBS માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું GYM માં હાર્ટ એટેકથી મોત!

MBBS માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત જીમમાં વર્ક આઉટ કરતી વખતે આવ્યો એટેક, જિમ થી હોસ્પિટલ લઇ જવાયો ત્યારના સીસીટીવી સામે આવ્યા જામનગરમા MBBS માં અભ્યાસ કરતા કિશન માણેકનુ હાર્ટ એટેકથી અકાળે અવસાન હાલના સમયમાં...
mbbs માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું gym માં હાર્ટ એટેકથી મોત
Advertisement
  • MBBS માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
  • જીમમાં વર્ક આઉટ કરતી વખતે આવ્યો એટેક, જિમ થી હોસ્પિટલ લઇ જવાયો ત્યારના સીસીટીવી સામે આવ્યા
  • જામનગરમા MBBS માં અભ્યાસ કરતા કિશન માણેકનુ હાર્ટ એટેકથી અકાળે અવસાન

હાલના સમયમાં યુવાનોમાં હ્રદય રોગ આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે.નિષ્ણાંતોના અનુસાર, આમ થવા પાછળ વિશેષ કરીને જીવનશૈલીમાં બદલાવ, આહારની ખામીઓ, અને માનસિક તાણ જેવા કારણો ખાસ કરીને જવાબદાર છે.હવે જામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવવાના કારણે જીવ ગુમાવવો પડયો છે. આ યુવાન જીમમાં સવારે કસરત કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ 19 વર્ષીય યુવાન MBBS કરતો હોવાનું સામે આવ્યું છે.

19 વર્ષીય કિશને ગુમાવ્યો જીવ

જામનગરમાં 19 વર્ષીય કિશન માણેકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાની બાબત સામે આવી છે. મળતી માહિતીના અનુસાર, મૃતક કિશન માણેક MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો.આ ઘટના બન્યા બાદ જિમમાં તરત જ દોડધામ મચી જવા પામી હતી અને જિમમાં હાજર વ્યક્તિઓ દ્વારા કિશનને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ કિશનનો જીવ બચી શક્યો ન હતો, અને માત્ર 19 વર્ષની યુવા વયે કિશને જીવ ગુમાવ્યો હતો. કિશનના પરિવાર માટે આ ખૂબ જ આઘાતના સમાચાર છે. કિશન PGVCLમાં નાયબ ઇજનેર હેમંત માણેકનો પુત્ર હતો.

Advertisement

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં ફરી ધમરોળશે મેઘરાજા, 7 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Advertisement

Tags :
Advertisement

.

×