Chhota Udepur : આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત છતાં ઝોળીમાં ડિલિવરી થાય!
- Chhota Udepur માં ઝોળીમાં ડિલિવરી!
- નસવાડી તાલુકાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં થયા કેદ
- ધુમના ગામના લોકો અને સગર્ભા મહિલા મજબૂર
- કાચો રસ્તો અને બિસ્માર રોડને કારણે નથી પહોંચી શકતી 108 એમ્બ્યુલન્સ
- 108 ની સેવા ન મળતા રસ્તા પર જ માતાએ બાળકીને જન્મ આપ્યો,
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના (Naswadi) ઘુમના ગામમાંથી ચોંકાવારી ઘટના સામે આવી છે. વિકાસ તરફ અગ્રેસર ગુજરાતના દાવાઓ સામે આ ઘટના મોટા સવાલ ઊભા કરી રહી છે. ઘુમના ગામમાં સગર્ભા મહિલાને પીડા ઉપડતા પરિજનો તેમને પાક્કા રસ્તાના અભાવે ઝોળીમાં નાખી દવાખાને લઈ જવા નીકળ્યા હતા. જો કે રસ્તામાં જ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. રસ્તો કાચો હોવાથી 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) ગામમાં પહોંચી ન શકી હોવાનું સ્થાનિકોએ જમાવ્યું છે.
આ પણ વાંચો - Chhota Udepur : કવાંટની કરા નદી ઉપરનો બ્રિજ અતિ જર્જરિત બન્યો! વાહનચાલકો માટે જોખમી!
Chhota Udepur, એમ્બ્લ્યુલન્સ ન પહોંચતા પરિવારજનો મહિલાને ઝોલીમાં લઈ ગયા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘુમના ગામે (Ghumna Village) ચિંતાજનક ઘટના બની છે, જે આદિવાસી વિસ્તારની કઠોર હકીકતને ઉજાગર કરે છે. ગામમાં રહેતા પરિવારની ગર્ભવતી મહિલાને દુ:ખાવો ઉપડતા પરિવારજનોએ મહિલાને ઝોળીમાં લઈ કાચા માર્ગે ખાડા-ટેકરા અને ડુબાણવાળા રસ્તે ચાલવું પડ્યું હતું. જો કે, માત્ર અડધો કિલોમીટર પાર થતા મહિલાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ મહિલાનાં પતિએ રૂ. 2 હજાર ભાડું આપીને ખાનગી જીપ બોલાવી હતી અને માતા-દીકરીને પહેલાં આંગણ છોટીઉંમર અને પછી સાંકડીબારી ગામે પાકા રસ્તા પર ઊભેલી 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. છેલ્લે બંનેને નજીકના દુગ્ધા PHC માં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં હાલ બંને સ્વસ્થ છે.
Chhota Udepur | શરમ કરો, તમારા લીધે રસ્તા પર.... | Gujarat First #Gujarat #ChhotaUdepur #Nasvadi #PregnantWoman #DugdhaPHCCenter #DhumaVillage #HealthcareFailure #BadRoads #RuralHealthCrisis #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/sJq9polRll
— Gujarat First (@GujaratFirst) November 24, 2025
આ પણ વાંચો - Junagadh : સિવિલ હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો, આરોપ કરતો Video વાઇરલ થતાં ચકચાર!
રસ્તો કાચો હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામમાં ન પહોંચી શકી, રસ્તામાં બાળકીનો જન્મ
ઘુમના, આંગણ છોટીઉંમર, ખેંદા વગેરે ગામોમાં આજે પણ પાકા રસ્તાનો અભાવ છે. 108 એમ્બ્યુલન્સને 6 કિ.મી.નો લાંબો ચક્કર લેવો પડે છે. જ્યારે સીધો રસ્તો હોય તો માત્ર 3 કિ.મી.નો અંતર કાપવો પડે. ખેંદા-છોટીઉંમર રસ્તાનું ખાતમુહૂર્ત પણ થયું છે, છતાં કામ શરૂ થયું નથી. આવી ઘટનાઓ અનેકવાર બને છે, પરંતુ હજુ સુધી આ આદિવાસી વિસ્તારના ગામોને પાકા રસ્તા સાથે જોડવામાં આવ્યા નથી તેમ સ્થાનિકોનું કહેવું છે.
અહેવાલ : સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચો - GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે આકરી કાર્યવાહી, 14 સિનિયર સસ્પેન્ડ


