Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૃહ વિભાગને કૂલ 12659 કરોડ રૂપિયાની જોગવાઇ, કાયદો વ્યવસ્થાને સુદ્રઢ બનાવાશે

ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્‍સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.
ગૃહ વિભાગને કૂલ 12659 કરોડ રૂપિયાની જોગવાઇ  કાયદો વ્યવસ્થાને સુદ્રઢ બનાવાશે
Advertisement

ગાંધીનગર : ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્‍સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ.

રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹63 કરોડની જોગવાઇ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹10 કરોડની જોગવાઇ. રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹30 કરોડની જોગવાઇ.

Advertisement

એન્‍ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹23 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્‍ટ્રલાઇઝ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹44 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹63 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹982 કરોડની જોગવાઇ.વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹217 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.

Advertisement

Tags :
Advertisement

.

×