Narmada: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની કરાઈ અટકાયત, જાણો શું છે મામલો
- નર્મદા પોલીસે નવાગામ દેડી પાસેથી અટકાયત કરી
- ફરિયાદ સંદર્ભે પોલીસ મથકે હાજર થવા જતાં હતા
- મને માથાભારે સાબિત કરવા ભાજપના ઈશારે FIR: ચૈતર
Narmada: ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે નવાગામ(દેડી)થી અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIR ને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જતા હતાં, ત્યાં નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવ્યા અને અટકાયત કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, ફરિયાદ બાબતે પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યાં હતાં.
આ પણ વાંચો: Rajkot શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા હોડ, વોર્ડ પ્રમુખ બનવા જન્મ પ્રમાણપત્ર સાથે ચેડાં
નેતાઓના ઈશારે પોલીસ ફરિયાદી બનીઃ ચૈતર વસાવા
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરેલ છે. બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીયે.
આ પણ વાંચો: Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન
રાજપારડી અને અંકલેશ્વરમાં ચૈતર સામે થઈ છે FIR
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.’ નોંધનીય છે કે, રાજપારડી અને અંકલેશ્વરમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે. જેથી રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જતા હતાં ત્યાં રસ્તા વચ્ચે જ નર્મદા પોલીસે અટકાયત કરી લીધી હતી.
આ પણ વાંચો: Bhavnagar: હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ અથડાઈ; ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 13 ઈજાગ્રસ્ત


