ટકાઉ ભવિષ્ય માટે RSWM અને Adani એનર્જી સોલ્યુશન્સે સહયોગ કર્યો
અમદાવાદ : ભારતનાં અગ્રણી કાપડ ઉત્પાદકોમાંનાં એક અને LNJ ભીલવારા ગ્રુપની મુખ્ય કંપની RSWM લિ. એ 60 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ટકાઉપણાની તેની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ કરાર હેઠળ RSWM લિ.ની વધારાની વીજળીની જરૂરિયાત માટે સમગ્ર ગ્રીન પાવર વેલ્યુ ચેઇનનું અદાણી એનર્જી સોલ્યુશન્સ (Adani Energy Solutions Ltd.) સંચાલન કરશે. આ માટે RSWM એ રાજસ્થાનમાં તેની ઉત્પાદન સુવિધાઓને વાર્ષિક 31.53 કરોડ યુનિટ ગ્રીન પાવર (Green Energy) સપ્લાય કરવા માટે રિન્યુએબલ જેનકો સાથે ગ્રુપ કેપ્ટિવ સ્કીમ હેઠળ રુ.60 કરોડનું રોકાણ કર્યું છે. આ ઉમેરા સાથે RSWM ની ઊર્જાની કુલ જરૂરિયાતમાં રિન્યુએબલ ઊર્જાનું યોગદાન નજીકના ભવિષ્યમાં હાલના 33% થી વધીને 70% થશે, જે તેના કુલ ઊર્જા મિશ્રણના બે તૃતીયાંશ થવા જાય છે.
અગ્રણી ઔદ્યોગિક એકમ તરીકે સ્થિતિ વધુ શક્તિશાળી બનશે : રિજુ ઝુનઝુનવાલા
RSWM લિમિટેડનાં ચેરમેન- મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. રિજુ ઝુનઝુનવાલાએ (Riju Jhunjhunwala) જણાવ્યું હતું કે આ સિદ્ધિ ટકાઉપણું સાથે વૃદ્ધિને સીધી લીટીથી જોડવાની અમારી લાંબા ગાળાની દ્રષ્ટિ પર ભાર મૂકે છે અને ભવિષ્યના અગ્રણી ઔદ્યોગિક એકમ તરીકેની અમારી સ્થિતિને શક્તિશાળી બનાવે છે. નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઊર્જાની અમારી કુલ જરૂરિયાતનાં 70% સ્ત્રોત કરીને ભારતના સ્વચ્છ ઊર્જા મિશ્રણની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઉપર અર્થાત 31% જવાબદાર ઊર્જા સંક્રમણમાં ઉદ્યોગના બેન્ચમાર્ક સ્થાપિત કરવાની દીશામાં RSWM સતત સક્રીય ભૂમિકા અદા કરે છે.
ટકાઉપણાનો હેતુ કેવી રીતે અભિન્ન બન્યું તેની આ ભાગીદારી પ્રતિતી : કંદર્પ પટેલ
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના (Adani Energy Solutions Ltd.) સીઈઓ કંદર્પ પટેલે (Kandarp Patel) આ સીમાચિહ્નરૂપ સોપાન સર કરવા માટે RSWM સાથે સહયોગ કરવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વ્યવસાયો માટે ટકાઉપણાનો હેતુ કેવી રીતે અભિન્ન બની રહ્યું છે તેની આ ભાગીદારી પ્રતિતી કરાવે છે. ટકાઉપણું સુનિશ્ચિત કરતી વખતે ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવામાં નવીનીકરણીય ઊર્જાની સ્કેલેબિલિટી અને અસરનો આ સહયોગ પુરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે વાણિજ્યક અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઊર્જા ઉકેલનાં અગ્રણી પ્રદાતા તરીકે અમે અમારી નવીન ઓફરોનાં માધ્યમથી ઉદ્યોગોને ડિકાર્બોનાઇઝ કરવામાં મદદરુપ થવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવાના વિશેષાધિકારની અનુભૂતિ કરીએ છીએ.
આ સિદ્ધિ વૈશ્વિક સ્વચ્છ ઊર્જા બેન્ચમાર્ક સાથે પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે : રાજીવ ગુપ્તા
RSWM લિ.ના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ (Rajeev Gupta) જણાવ્યું હતું કે રુ.60 કરોડનાં ઇક્વિટી રોકાણ સાથે અમારી ટકાઉપણું યાત્રામાં આ સહયોગ એક સીમાચિહ્ન બનવા સાથે વૈશ્વિક સ્વચ્છ ઊર્જા બેન્ચમાર્ક સાથે તાલ મિલાવી અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તેમણે કહ્યું કે, ઉમદા હેતું માટે હાઇબ્રિડ પાવરને એકીકૃત કરીને કંપની તેના કાર્બન ફૂટપ્રિન્ટને માત્ર ઘટાડી રહી નથી પરંતુ, લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને કાર્યકારી કાર્યક્ષમતામાં પણ વધારો કરી રહી છે.
RSWM નાં નવીનીકરણીય ઊર્જા, સામગ્રી પ્રવાહ અથવા જવાબદારીભર્યા પાણીનાં ઉપયોગ થકી તેની કામગીરીનાં પ્રત્યેક હિસ્સામાં ટકાઉપણું શામેલ કરવા પર પરિણામલક્ષી ધ્યાન કેન્દ્રિત કરવાનાં કારણોએ તેને ફ્યુચર રેડી ટેક્સટાઇલ લિડર બનાવી છે જે પુનર્જીવિત અને સ્થિતિસ્થાપક અર્થતંત્રમાં ફાળો આપે છે.
AESL નું C&I વર્ટિકલ કસ્ટમાઇઝ્ડ ઊર્જા ઉકેલો સાથે જથ્થાબંધ વીજળી વપરાશકારોને સેવા આપે છે. AESL તમામ ક્ષેત્રોનાં વ્યવસાયોને સ્પર્ધાત્મક દરે વધુને વધુ વિશ્વસનીય દરે હરિત ઊર્જા પૂરી પાડીને ઓપરેશનલ અને ટકાઉપણું બંને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સહાય કરે છે. આગામી પાંચ વર્ષમાં કંપની 7,000 મેગાવોટના C&I પોર્ટફોલિયોનું લક્ષ્ય બનાવવા તરફ આગળ વધી રહી છે.


