VADODARA : જિલ્લા પંચાયત ભવનના રીનોવેશનની મુદત પૂર્ણ છતાં કામ બાકી
VADODARA : વડોદરાના જિલ્લા પંચાયત (VADODARA DISTRICT PANCHAYAT) ભવનનું રીનોવેશન (RENOVATION - 2025) કાર્ય છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. આમ, તો કામગીરી પૂર્ણ થવાની મુદત પતી ગઇ છે. પરંતુ કામ હજી સુધી પત્યું નથી. આખરે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અગ્રણીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અને અધિકારી પાસેથી કામગીરીની પ્રગતિ અંગેની માહિતી મેળવી હતી. અગ્રણીનું કહેવું છે કે, સામાન્ય સભા આવનારી 24, જાન્યુઆરીના રોજ યોજાઇ શકે છે, ત્યાં સુધી ભવનનું કામ થાય તેવા પ્રયત્નો કરો. કદાચ થઇ જાય તો સભા અહિંયા કરીએ.
પંચાયતના પ્રમુખ સહિતના અગ્રણીઓ ભવનની મુલાકાતે પહોંચ્યા
વડોદરા જિલ્લા પંચાયતના ભવનનું રીનોવેશ કાર્ય ચાલતું હોવાથી છેલ્લા કેટલાય સમયથી સામાન્ય સભાનું આયોજન જુની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રીનોવેશન કાર્યની મુદત પૂર્ણ થયા બાદ પણ હજી કામગીરી ચાલી રહી છે. જેથી સ્થિતીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અગ્રણીઓ ભવનની મુલાકાતે પહોંચ્યા હતા. અને અધિકારીઓ પાસેથી આખી પરિસ્થિતી સમજી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, નજીકના સમયમાં ભવનનો ઉપયોગ થાય તેની કોઇ શક્યતાઓ હાલ જોવા મળી રહી નથી.
હેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું રીનોવેશન ચાલી રહ્યું છે. ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તેની માહિતી મેળવી છે. અધિકારીનું કહેવું છે કે, વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કામ પૂર્ણ થતા સામાન્ય સભા, કે કોઇ પણ મીટિંગ યોજાશે.
આશરે દોઢ કરોડ રૂપિયાના ખર્ચના અંદાજ
ઉપપ્રમુખ અશ્વિન પટેલએ મીડિયાને જણાવ્યું કે, અમરા હોલમાં અધિકારીઓ સાથે માહિતી મેળવી છે. સામાન્ય સભા આવનારી 24, જાન્યુઆરીના રોજ યોજાઇ શકે છે, ત્યાં સુધી ભવનનું કામ થાય તેવા પ્રયત્નો કરો. કદાચ થઇ જાય તો સભા અહિંયા કરીએ. સિલિંગ અને દિવાલ તુરંત સરખું થઇ જાય તેમ છે. આશરે દોઢ કરોડ રૂપિયાના ખર્ચના અંદાજ સેવાઇ રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : નવા વર્ષે પણ RTO માં જુની સમસ્યા યથાવત, કનેક્ટિવિટી ખોરવાતા મુશ્કેલી


