Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ!
- Banaskantha જિલ્લા વિભાજનનો મુદ્દે ઉકળતો ચરૂ!
- ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ
- જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સૂર બદલાયા!
- વિરોધ જોતા કીર્તિસિંહ વાઘેલાનું વ્યાપારીઓને આશ્વાસન
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) વિભાજન મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. ધાનેરા, કાંકરેજ (Kankraj) બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે સ્થાનિક બજારો સજ્જડ બંધ રહ્યા છે. લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને કોંગ્રેસનાં (Congress) નેતાઓ એકમંચ પર આવ્યા છે અને આવેદનપત્ર આપીને સરકારને ફેર વિચારણા કરવા રજૂઆત કરી છે. જ્યારે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સૂર બદલાયા હોય તેમ લાગી રહ્યું છે.
Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે વિવાદ વકર્યો | GujaratFirst#Tharad #Vav #NewDistrict #BanaskanthaDivision #CabinetDecision #DistrictDivision #CMAnnouncement #GujaratCabinet #GujaratFirst pic.twitter.com/MWdYIX2U2F
— Gujarat First (@GujaratFirst) January 2, 2025
ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં વિરોધનો સૂર
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) વિભાજનને લઈને ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં (Deodar) વિરોધનો સૂર ઊઠ્યો છે. સરકારનાં આ નિર્ણય સામે સ્થાનિક બજારો આજે બંધ રહ્યા છે. સાથે જ લોકોએ રસ્તા પર ઉતરીને આવેદન પત્ર પાઠવી આ નિર્ણય પાછો લેવા અને ફેર વિચારણા કરવા સરકારને માગ કરી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ વિરોધમાં ભાજપ (BJP) અને કોંગ્રેસનાં નેતાઓ એકમંચ પર જોવા મળ્યા છે. આ વિરોધમાં કોંગ્રેસ આગેવાન નરસિંહ રબારી, ભાજપ આગેવાન ભરત અખાણી, ઈશ્વર તરક અને ભવાનજી ઠાકોર લોકો સાથે જોડાયા હતા.
આ પણ વાંચો - Ahmedabad : શાળાએથી ઘરે જતાં સાઇકલ સવાર વિદ્યાર્થીને આઇસરચાલકે મારી જોરદાર ટક્કર અને..!
Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે વિવાદ વકર્યો ભાજપ-કોંગ્રેસના આગેવાનો વિરોધમાં સાથે જોડાયા | GujaratFirst#Tharad #Vav #NewDistrict #BanaskanthaDivision #CabinetDecision #DistrictDivision #CMAnnouncement #GujaratCabinet #GujaratFirst pic.twitter.com/5FOVc6Bp5s
— Gujarat First (@GujaratFirst) January 2, 2025
જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સૂર બદલાયા!
જ્યારે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનાં (Kirtisinh Vaghela) સૂર બદલાયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, ગઈકાલે તેમણે એવું કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનું (Banaskantha) ક્ષેત્રફળ મોટું છે, જેથી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જિલ્લાનું વિભાજન થાય તે માટે રજૂઆત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે અને બનાસકાંઠાની જનતાને પણ ખૂબ આનંદ થશે. ત્યારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ પહોંચ્યા હતા, જ્યાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો - Banaskantha : તમે Lucky Draw ની ટિકિટ ખરીદી નથી ને? ગૌશાળા, શિક્ષણ નામે ચાલતો ગોરખધંધો જાણી ચોંકી જશો!
કાંકરેજનો બનાસકાંઠામાં સમાવેશ થશે : કીર્તિસિંહ
લોકોનાં વિરોધ જોતા કીર્તિસિંહ વાઘેલાએ વ્યાપારીઓને આશ્વાસન આપ્યું હતું કે, કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે રજૂઆત કરીશું અને કાંકરેજ તાલુકાનો (Kankraj) બનાસકાંઠામાં સમાવેશ થશે. જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન મુદ્દે ધાનેરામાં (Dhanera) આગેવાનો અને લોકોએ સૂત્રોચાર કરી વિરોધ દાખવ્યો હતો. સાથે જ ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભૌગોલિક દ્રષ્ટિએ વાવ થરાદ કરતા બનાસકાંઠા સરળ પડે તે અંગે રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો - Ahmedabad : લુખ્ખા તત્વો સુધરી જજો! બાપુનગરમાં બુટલેગરના ઘરે ફર્યું બુલડોઝર!


