Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Airport પરથી 2.10 કરોડના ગાંજા સાથે 1 યુવતી સહિત 7ની ધરપકડ

Ahmedabad Airport: અમદાવાદમાં વિયેતનામથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લઇને આવતા ચાર આરોપીઓ ઝડપાયા છે.
ahmedabad airport પરથી 2 10 કરોડના ગાંજા સાથે 1 યુવતી સહિત 7ની ધરપકડ
Advertisement
  1. વિયેતનામથી મુસાફરોની બેગમાં ગાંજાની હેરાફેરી,
  2. Ahmedabad એરપોર્ટ પોલીસે 2.10 કરોડનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
  3. યુવતી પ્રેમીના કહેવાથી લોકોની બેગમાં ગાંજો છૂપાવતી

Ahmedabad: અમદાવાદમાં વિયેતનામથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લઇને આવતા ચાર આરોપીઓ ઝડપાયા છે. આ ચારેય આરોપીઓ જૂનાગઢના રહીશ છે અને તેઓએ 7.05 કિલો હાઇબ્રીડ ગાંજો અમદાવાદ (Ahmedabad)માં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપીઓમાં સરફરાજ વડગામા, શોયેબ બિચારા, અકીલ કોલાદ અને નદીમ અમરેલીયા સામેલ છે. ચારેય આરોપીને સરખેજના રહેવાસી આરોપી મોહમ્મદ ફરહાન શેખ દ્વારા વિયેતનામ મોકલવામાં આવ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: Porbandar : સોની વેપારીના અપહરણ કેસમાં LCB ને મોટી સફળતા, 2 આરોપી ઝડપાયા

Advertisement

યુવતી પ્રેમીના કહેવાથી લોકોની બેગમાં ગાંજો છૂપાવતી

આરોપીઓએ વિયેતનામમાં એક ટ્રીપ માટે 10 હજાર રૂપિયાની ભાડું સ્વીકૃતિ આપી હતી અને સુરક્ષિત રીતે હાઇબ્રીડ ગાંજાની બેગ સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. દરમિયાન, એરપોર્ટ પર એક રિક્ષા ડ્રાઈવર સહેજ મિયાણા તેમને લઈ ગયો. મહત્વની વાત એ છે કે, ગાંજો મંગાવનાર અશરફ ઉર્ફે સમીર શેખ વોન્ટેડ છે. વોન્ટેડ આરોપી અશરફ તેની પ્રેમિકા મનીષા ખરાડીને લઈ એરપોર્ટ ગાંજો લેવા પહોચ્યો હતો. ગાંજો ભરેલી બેગ આરોપી પાસેથી લેવા માટે 6 હજાર પ્રેમિકા મનીષાને અશરફ આપતો હતો.પોલીસે અત્યારે મનીષાની પણ ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Surat : 7 વર્ષીય માસૂમ બાળક રમતું હતું, અચાનક આવ્યો માનવભક્ષી દીપડો અને..!

આરોપીઓને 02.10 કરોડની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યાં

આરોપીઓએ ત્રણ ટ્રીપમાં કરોડો રૂપિયાનો હાઈબ્રીડ ગાંજો શહેરમાં ઘુસાડ્યો હતો, પરંતુ પોલીસે મનીષાને ઝડપી લેતાં આ કેસમાં મોહમ્મદ ફરહાન શેખ અને અશરફની વધુ તપાસ શરૂ કરી છે. એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટની બેદરકારીને કારણે આરોપીઓને સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યું હતું, જેના કારણે આ ઘટનામાં મોટા પ્રમાણમાં નાકાબંધી કરવામાં આવી હતી. એરપોર્ટ પોલીસે ત્રીજી ટ્રીપમાં આરોપીઓને 02.10 કરોડની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યાં છે.

આ પણ વાંચો: PM મોદી અને કથાકાર મોરારી બાપુ વચ્ચે મુલાકાત, Amreli માં વડાપ્રધાને CR પાટીલનાં વખાણ કર્યા

Tags :
Advertisement

.

×