Ahmedabad: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રદર્શન
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન
- ઇસ્કોનના સંતની ધરપકડના વિરોધમાં પ્રાર્થનાસભા થકી કર્યો વિરોધ
- પ્રાર્થના સભા થકી બાંગ્લાદેશમાં વસતા હિન્દુને સમર્થન આપવાનો પ્રયાસ
Ahmedabad: બાંગ્લાદેશમાં અત્યારે હિંદુઓ પર ખુબ જ અત્યાચાર થઈ રહ્યો છે. જેને લઈને અનેક પ્રકારના આંદોલન પણ થયાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાયો છે. બાંગ્લાદેશમાં હિંદુંઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, જેના વિરોધમાં આ પ્રદર્શન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંતની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્કોનના સંતની ધરપકડના વિરોધમાં પ્રાર્થનાસભા થકી વિરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Land Scam: લ્યો બોલો! વડોદરાના શિક્ષકની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી
બાંગ્લાદેશમાં વસતા હિન્દુને સમર્થન આપવાનો પ્રયાસ
નોંધનીય છે કે, પ્રાર્થના સભા થકી બાંગ્લાદેશમાં વસતા હિન્દુને સમર્થન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ સરકાર અને અધિકારીને અપીલ કરવામાં આવી છે કે, નાગરિકોને ધર્મનું અનુસરણ કરવા દે. ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે બાંગ્લાદેશમાં ઇસ્કોન સંસ્થાને એકલી પાડી હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: VADODARA : મંજુસર GIDC માં કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, લોકોમાં ફફડાટ
બાંગ્લાદેશી હિન્દુના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભાડજ હરેકૃષ્ણ મંદિરના અનુયાયીઓએ હરેકૃષ્ણ મંદિરના અનુયાયીઓએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. બાંગ્લાદેશી હિન્દુના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સંકીર્તનમાં જોડાયા છે. અત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત વધારે કફોડી બની છે, તેમની સાથે ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્યાં સંતોની ધરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં અત્યારે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat ની રાજનીતિમાં થશે ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીનો સૂર્યોદય, કાલે સત્તાવાર રીતે થશે જાહેરાત


