Ahemdabad: Diwan Ballubhai School ને DEO એ શો-કોઝ નોટિસ ફટકારી
શહેરની Diwan Ballubhai School માં ગઈકાલ બાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરી દ્વારા સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે
10:41 PM Aug 12, 2025 IST
|
Mustak Malek
- અમદાવાદની Diwan Ballubhai School ને શો-કોઝ નોટિસ ફટકારાઇ
- Diwan Ballubhai Schoolના નિર્ણયથી વાલીઓ પરેશાન થયા
- શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરીને શાળાની બહાર ધરણા પર બેઠા હતા
શહેરની Diwan Ballubhai School માં ગઈકાલ બાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરી દ્વારા સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરીને શાળાની બહાર ધરણા પર ઉતરી જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
Diwan Ballubhai School ને આ કારણથી નોટિસ ફટકારાઇ
DEOના જણાવ્યા મુજબ, શિક્ષકોએ આ પગલું ભરતાં પહેલાં કોઈ પણ પ્રકારની રજૂઆત ન તો શાળાની સંચાલન સમિતિ સમક્ષ કરી હતી અને ન તો જિલ્લા કચેરીમાં કોઈ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ કાર્ય બંધ કરી, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં રાખીને અચાનક ધરણા પર બેસી જવાને કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત પણ નુકસાનમાં ગયું હોવાનું DEOએ જણાવ્યું હતું.DEO રોહિત ચૌધરીએ સ્કૂલ સામે કામગીરી કરતા સ્પષ્ટ કર્યો છે કે શિક્ષણ જગતમાં આવું વર્તન સ્વીકાર્ય નથી અને આ પ્રકારના પદ્ધતિથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નહીં થાય. શાળાને કારણ દર્શક નોટિસ આપીને, આપેલા આદેશ મુજબ તરત જવાબ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
Diwan Ballubhai Schoolના નિર્ણયથી વાલીઓ થયા પરેશાન
શિક્ષકોના આ અચાનક નિર્ણયથી વાલીઓ પણ હેરાન થઈ ગયા હતા અને બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. DEOએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.શિક્ષકોના ધરણાના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે.
અહેવાલ: માનસી પટેલ
Next Article