Ahmedabad : Chandrayaan-3 ની થીમ પર અમદાવાદમાં ભગવાન ગણેશની સ્થાપના
"વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા" ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ. આ ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ.
દેશભરમાં દર વર્ષે ભગવાન ગણેશની વિશેષ રૂપે પૂજા અર્ચના કરીને 10 દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં અલગ અલગ વિષયોના આધારે ભગવાન ગણેશના પંડાલ બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભારતે ચંદ્રયાન -3 ના સફળ લેન્ડિંગ બાદ ઇતિહાસ રચ્યો છે. જેને લઇને આ વર્ષે ગણેશ પંડાલમાં ચંદ્રયાન-3 ની થીમ સોથી વધુ બનાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા અવધપુરી સોસાયટીમાં રહીશોએ સાથે મળીને આ વર્ષે isro અને ચંદ્રયનાની થીમ તૈયાર કરી છે.
છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી અવધપુરી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ચંદ્રયાન -3 ની થીમની આધારે ઉજવણી કરી છે. અને છેલ્લા 3 દિવસની મહેનત બાદ આ થીમ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો : અંબાજી ખાતે ગણેશ ચોથની ભવ્ય ઉજવણી, ગણપતિ દાદાને લાડું ધરાવવામાં આવ્યા




