Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD: રક્ષાબંધન માટે ખરીદ્યા પેંડા તો બધા જ નીકળ્યા ફૂગવાળા, AMC માં ફરિયાદ કરાતા દુકાન સીલ

AHMEDABAD ના જય સીયારામ પેંડામાં ફૂગ મળવાનો કિસ્સો સામે આવ્યો. એએમસી આરોગ્ય વિભાગની ટીમે તરત જ તપાસ શરૂ કરી. તપાસ પૂર્ણ થતાં, જય સીયારામ દુકાનને સીલ કરવામાં આવી. શનિવારે લીધેલા પેંડાના પેકેટ ખોલતા, ફૂગ જોવા મળ્યું. AHMEDABAD: હવે અત્યારના...
ahmedabad  રક્ષાબંધન માટે ખરીદ્યા પેંડા તો બધા જ નીકળ્યા ફૂગવાળા  amc માં ફરિયાદ કરાતા દુકાન સીલ
Advertisement
  • AHMEDABAD ના જય સીયારામ પેંડામાં ફૂગ મળવાનો કિસ્સો સામે આવ્યો.
  • એએમસી આરોગ્ય વિભાગની ટીમે તરત જ તપાસ શરૂ કરી.
  • તપાસ પૂર્ણ થતાં, જય સીયારામ દુકાનને સીલ કરવામાં આવી.
  • શનિવારે લીધેલા પેંડાના પેકેટ ખોલતા, ફૂગ જોવા મળ્યું.

AHMEDABAD: હવે અત્યારના સમયમાં બહાર બજારમાં મળતા ખાદ્ય પદાર્થોમાં ઘણી વખત ભેળસેળ જોવા મળે છે તો ઘણી વખત વાસી કે ખરાબ થઈ ગયેલી વસ્તુઓ જોવા મળે છે. તહેવારના દિવસોમાં મીઠાઈઓ ખૂબ જ વેચાતી હોય છે, ત્યારે આવા સમયમાં ભેળસેળ અને વાસી વસ્તુઓનો ઉપયોગ કરીને તૈયાર કરાતા ખાદ્ય પદાર્થો વેચાતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. તેવામાં જ અમદાવાદમાંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. AHMEDABAD ના પાલડી વિસ્તારમાં આવેલી મીઠાઈની ફેમસ દુકાન જય સીયારામ પેંડાવાલામાંથી એક ગ્રાહકએ પેંડા ખરીદતા તેમાં ફૂગ મળી આવી હતી.

પ્રખ્યાત દુકાન જય સીયારામ પેંડાવાલામાંથી નીકળ્યા ફૂગ વાળા પેંડા

Advertisement

AHMEDABAD માંથી વાસી ખાદ્ય પદાર્થોનો કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે.તહેવારના સમયમાં કોઈ વ્યક્તિ પરિવારજનો માટે મીઠાઈ લઈને જાય અને તેમને વાસી મીઠાઈ મળે તો તે ખરેખર ખૂબ જ ખરાબ બાબત છે.પાલડીના શારદા મંદિર પાસે આવેલી પ્રસિદ્ધ જય સિયારામ પેંડાવાળા દુકાનમાંથી શનિવારે ખરીદેલા 3 કિલો પેંડામાં ફૂગ જોવા મળી હતી.આ પેંડા રક્ષાબંધન માટે ખરીદવામાં આવ્યા હતા, પરંતુ સોમવારે જ્યારે બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તમામ પેંડા પર ફૂગ લાગી હતી.

Advertisement

દુકાન આખરે કરાઈ સીલ

પાલડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ જય સીયારામ પેંડાવાલા નામની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી 3 કિલો પેંડાના 6 બોક્સ શનિવારે લીધા હતા. રક્ષાબંધનના દિવસે,પેડા ખોલતા જ તેઓને ફૂગવાળા પેંડા મળ્યા, જેનાથી તેમને નવા પેંડા ખરીદવા પડ્યા.આ ખરાબ પેંડાનો માઠો અનુભવ થયા બાદ ગ્રાહક દ્વારા તરત જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ઘટનાની તાત્કાલિક ફરિયાદ AMCમાં ઓનલાઈન નોંધાવવામાં આવી હતી. AMC ને ઘટનાની જાણ થતા જ તરત જ તે એક્શનમાં આવ્યા હતા અને દુકાનને સીલ કરવામાં આવી હતી. દુકાનને સીલ કર્યા બાદ વધુ માહિતી માટે AMCએ સેમ્પલ મેળવીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : AMBAJI : ચાર્જ સંભાળતા પહેલા કલેક્ટરએ નિભાવી વર્ષો જૂની પરંપરા

Tags :
Advertisement

.

×