Ahmedabad: ભાજપના પૂર્વ MLA ભૂપેન્દ્ર ખત્રીનાં પુત્ર સહિત છ ખંડણીખોર ઝડપાયા
- અમદાવાદ શહેરમાં કથિત તોડબાજ પત્રકારો સામે તવાઈ
- ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પણ 6 લોકો સામે ફરિયાદ
- RTI એક્ટિવિસ્ટ જ્વલિત ખત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ
ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની ઉપર ખંડણી નો આરોપ છે જેમાં ત્રણ કથિત પત્રકારો અને એક આર.ટી.આઈ એક્ટિવેસ્ટ હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામને લઈને પત્રકાર અને પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આરટીઆઇ એક્ટિવિસ્ટ ખંડણી માંગવા ગયા હતા અને ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
4 વર્ષમાં 23 લાખ ઉપર રકમ પડાવી લીધીઃ ફરિયાદી
ફરિયાદી મોહમદ બિલાલ શેખે આપેલી ફરિયાદ અનુસાર 2020 થી તેઓ કન્સ્ટ્રકશન સાઇટના કામ સાથે જોડાયેલ છે. જેઓ કોટ વિસ્તારમાં ભાડાની જગ્યા રાખી જર્જરીત મકાન તોડી પાડી બાદમાં મૂળ બાંધકામ સાથે અન્ય વધુ માળનું બાંધકામ મંજૂરી વગર બનાવી લેતા. જે બાદ તે બાંધકામ amc માં ઈંપેક્ટ ફી ભરી લીગલ કરાવી લેતા. જે એક પ્રકારનું ગેરકાયદે બાંધકામ નું રેકેટ કહી શકાય. જેને લઈને પકડાયેલા શખ્સો સહિત 6 શખ્સો માં જ્વલિત માસ્ટર માઈન્ડ rti કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપતો. અને આવી જ રીતે પકડાયેલા શખ્સોએ 4 વર્ષમાં 23 લાખ ઉપર રકમ પડાવી લીધી હતી. જોકે અંતે રૂપિયા આપી આપીને કંટાળેલ ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ને તેને ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
50 થી વધુ લોકો પાસેથી પૈસા પડાવ્યાની કબૂલાત
આ કેસની પોલીસ તપાસમાં જ્વલિત ખત્રી મુખ્ય આરોપી અને તેની સાથે જોડાયેલા અન્ય લોકો માં એક નાણાં લેવા જતો, બીજો rti કરતો, ત્રીજાને અન્ય કામ સોંપવામાં આવતું હતું તે રીતે રેકેટ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે. જે ઘટનામાં ફરિયાદીને મતે આવા 50 થી વધુ લોકોએ તેની પાસેથી રકમ લીધી હોવાની અને આવા અનેક બાંધકામો થતા હોવાની કબૂલાત કરી હતી. જેમાં ફરિયાદીએ પોતે તેના બે એવા ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા હોવાનું પણ કબુલ્યું છે.
પકડાયેલા શખ્શોએ અન્ય કેટલા લોકો પાસે ખંડણી માંગી તે બાબતે પોલીસની તપાસ શરૂ
હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે પકડાયેલા શખ્સોએ અન્ય કોઈ પાસે ખંડણી માંગી છે કે કેમ. પરંતુ ફરિયાદી પોતે કબુલે છે કે તેણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જેના કારણે આ લોકો ખંડણી માંગતા હતા ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરનારા અનેક લોકો કોટ વિસ્તારમાં કાર્યરત છે. ત્યારે તેમની ઉપર પણ કાર્યવાહી થાય તે જરૂરી બને છે કારણ કે ગેરકાયદેસર બાંધકામ ઉપર રોકથામ આવશે તો આપોઆપ ખંડણી ખોરો ઉપર પણ લગામ કસાઈ જશે. બાકી જોવા જઈએ તો આરોપી તો આરોપી છે જ પરંતુ ફરિયાદી પણ ક્યાંક ને ક્યાંક આરોપીની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે ત્યારે પોલીસે તો કાર્યવાહી કરી છે પરંતુ હવે કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. કે પછી સુમડીમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવું ચાલતું આવ્યું છે તે જ રીતે ગેરકાયદેસર બાંધકામાનો રાફડો કોટ વિસ્તારમાં ચાલતો રહેશે તે યક્ષ પ્રશ્ન છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 2200 ડેલિગેટ્સ ભાગ લેશે