Ahmedabad: રફ્તારનો આતંક! કારચાલક નબીરાએ 5 કાર સહિત અનેક વાહનોને મારી ટક્કર
- અમદાવાદ શહેરમાં વધુ હિટ એન્ડ રન ઘટના સામે આવી
- આંબલી ઇસ્કોન રોડ પર નશામાં ધૂત નબીરાએ સર્જોય અકસ્માત
- નશામાં ધૂત કારચાલકે પાંચ કાર સહિતઅનેક બાઈકોને પણ લીધા હડફેટે
Ahmedabad: મોંઘીદાટ ગાડીઓમાં આવતા એક નબીરાએ પાંચ જેટલી કાર અને બાઇકોને ટક્કર મારી હોવાની ઘટના બની છે. નોંધનીય છે કે, અમદાવાદના આંબલી ઇસ્કોન રોડ પર ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદમાં નબીરોઓને આંતક વધી ગયો છે. બોપલમાં નશામાં ધૂત કારચાલક બેફામ બની કાર ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ નબીરાએ અન્ય વાહનોને પણ હડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના અત્યારે સીસીટીવી વીડિયો પણ સામે આવ્યાં છે.
આ પણ વાંચો: AHMEDABAD : પુર ઝડપે જતી કારની અડફેટે ચઢી સાયકલ સવાર જોડી, ચાલક ફરાર
કારચાલક નબીરાએ એક સાથે 5 જેટલી કારને હડફેટ મારી
નોંધનીય છે કે, ઓડીચાલક નશામાં ધૂત હતો અને બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કારચાલક નબીરાએ એક સાથે 5 જેટલી કારને ટક્કર મારી હતી. જેના કારણે લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. જો કે, અત્યારે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી દીધી છે. વિગતો એવી પણ સામે આવી છે કે, અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શો રૂમ પાસે એક કાર ચાલકે ચારથી પાંચ વાહન ચાલકોને અડફેટે લીધા ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને અધમુવો કરી દીધો છે.
આ પણ વાંચો: દત્તક બાળકને વેચવાના ષડયંત્રમાં રાધનપુર નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં!
કેમ આ નબીરાઓમાં કાયદાનો કઈ ડર નથી.
અમદાવાદ શહેરમાં ફરી રફ્તારનો આતંક સામે આવ્યો છે. કેમ આ નબીરાઓમાં કાયદાનો કઈ ડર નથી? આ કાર ચાલક નબીરાએ પાંચ કાર સાથે અનેક બાઈકોનો પણ હડફેટે લીધા અને ખુડદો બોલાવી દીધો હતો. સ્થાનિકોએ એવો દાવો કર્યો છે કે, કાર ચાલક નશામાં ધૂત હતો અને બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. છેલ્લા 3 દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે. જો કે, અત્યારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.
આ પણ વાંચો: Surat Police ની અસામાજિક તત્વો સામે લાલ આંખ, વધુ એક આરોપીનું જાહેરમાં કાઢ્યું સરઘસ
વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા હતા
નોંધનીય છે કે, વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા હતા. બોપલ-આંબલી રોડ પર રફ્તારના નબીરો રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. નબીરા રિપલ પંચાલે ઓડીની રફ્તારમાં અનેકને અડફેટે લીધા હતા. નશાની હાલતમાં કારની બહાર નીકળીરીપલ પંચાલ સ્પ્રે છાંટતો હતો. મહત્વની વાત એ છે કે, અગાઉ પણ રિપલ પંચલા બે વાર અકસ્માત અને નશામાં પકડાયો હતો. નબીરો આ રિપલ પંચલાને રીલ બનાવીને રોલા પાડવાનો શોખીન છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રિપલ પંચાલ સાંતેજમાં સિન્કો વાલ્વ નામની કંપની ધરાવે છે.