Ahmedabad : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે હવે VHP મેદાને, સાધુ-સંતોને એકઠા કરશે!
- સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોના બફાટ મુદ્દે VHP મેદાને
- સ્વામિનારાયણનાં આચાર્ય મહારાજજી એ ચેતવણી આપી હતી વીએચપી
- છતાં સ્વામીઓ આઘાતજનક ટિપ્પણી કરી રહ્યા છે: વીએચપી
- સ્વામિઓના બફાટ મુદ્દે સાધુ-સંતોને એકઠા થવા જણાવ્યું : વીએચપી
Ahmedabad : સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અંગે કરવામાં આવતા બફાટ સામે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાને આવ્યું છે. હિન્દ ધર્મ અંગે અપમાનજનક નિવેદનો કરતા સ્વામીઓ સામે વીએચપીએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય પ્રબંધન કમિટીનાં સભ્ય અશોક રાવલે જણાવ્યું કે, સ્વામીઓના બફાટ મુદ્દે શંકરાચાર્યજી, જુનાગઢનાં (Junagadh) સાધુ-સંતોને જાણ કરાઈ છે સાથે સાધુ-સંતોને એકઠા થવા જણાવ્યું છે.
આ પણ વાંચો - Rajkot: નિત્યસ્વરૂપદાસજી સ્વામીને ભૂલનું ભાન થયું, કહી આ મોટી વાત....
આચાર્ય મહારાજજી એ ચેતવણી આપી છતાં સ્વામીઓ બફાટ કરે છે : અશોક રાવલ
હિન્દુ દેવી-દેવતાઓ અંગે અપમાનજનક નિવેદન આપતા સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતોનાં વીડિયો એક પછી એક સામે આવતા ભારે વિવાદ વકર્યો છે. હિન્દુ સમાજ (Hindu Religion) દ્વારા આવા સ્વામીઓનો બહિષ્કાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાથે જ આવા સ્વામીઓ હિન્દુ ધર્મની માફી માગે તેવી પણ માગ ઊઠી છે. દરમિયાન, આ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પણ મેદાને આવ્યું છે. વીએચપીનાં કેન્દ્રીય પ્રબંધન કમિટીનાં સભ્ય અશોક રાવલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, અમે સનાતન ધર્મ અકબંધ રહે તે માટે કામ કરીએ છીએ. સ્વામિનારાયણનાં આચાર્ય મહારાજજી એ તાજેતરમાં બફાટ કરતા સ્વામીઓને ચેતવણી આપી હતી, છતાં સ્વામીઓ આઘાતજનક ટિપ્પણી કરી રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરી ટિપ્પણી
Did Gyanjivan Swami Insult Lord Ganesha : હવે જ્ઞાનજીવન સ્વામીએ ગણેશજીનું અપમાન કરી દીધું! | Gujarat First#GyanjivanSwami #LordGanesha #ReligiousControversy #Swaminarayan #HinduUnity #GujaratFirst pic.twitter.com/nLwqqiK7Jn
— Gujarat First (@GujaratFirst) March 31, 2025
'બધા સાધુ-સંતોને એકઠા થવાં જણાવ્યું છે'
અશોક રાવલે (Ashok Rawal) વધુમાં જણાવ્યું કે, સનાતન ધર્મમાં (Sanatan Dharma) કોઈપણ હિન્દુ ધર્મનો વિરોધ કરવો અયોગ્ય છે. આ મુદ્દે સવારે અવિચલદાસજી મહારાજ સાથે વાત થઈ છે. આ મુદ્દે શંકરાચાર્યજી અને જુનાગઢનાં તમામ સાધુ-સંતોને પણ જાણ કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોનાં બફાટ મુદ્દે આગામી દિવસોમાં બધા સાધુ-સંતોને એકઠા થવાં જણાવ્યું છે. સાથે એક કમિટીની રચના કરી આવા સ્વામીઓ કે સાધુ જે વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે તેમને મુક્ત કરવા સહિતનાં નિયમ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો - Botad : સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજે કહ્યું - આવા નિવેદનો કરવાવાળાને અમે.!


