Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસના ક્વીક રિસપોન્સથી એક વિદેશી નાગરિકને મળી યોગ્ય મદદ, જાણો સમગ્ર ઘટના

પોલીસ કડક સ્વભાવની હોય છે, પોલીસ માર મારતી હોય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, કોઇ પણ કામ માટે ધક્કા ખવડાવે છે આ બધી વાતો ભુલી જવાય એક એવી બાબત સામે આવી છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા એક યુવકનો પાસપોર્ટ ગુમ થઇ જતા માત્ર 24 કલાકમાં જ પોલીસે ક્વીક રિસપોન્સ આપી જરૂરી પ્રોસીજર કરાવતા નિયત સમયે યુવક પરત વિદેશ જઇ શકશે. એવી તો કેવી રીતે પોલીસે મદદ કરી કે જે કામના 15 દિવસ લાગે તે કામ માત્ર એક જ દિવસમાં પૂર્àª
પોલીસના ક્વીક રિસપોન્સથી એક વિદેશી નાગરિકને મળી યોગ્ય મદદ  જાણો સમગ્ર ઘટના
Advertisement
પોલીસ કડક સ્વભાવની હોય છે, પોલીસ માર મારતી હોય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, કોઇ પણ કામ માટે ધક્કા ખવડાવે છે આ બધી વાતો ભુલી જવાય એક એવી બાબત સામે આવી છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા એક યુવકનો પાસપોર્ટ ગુમ થઇ જતા માત્ર 24 કલાકમાં જ પોલીસે ક્વીક રિસપોન્સ આપી જરૂરી પ્રોસીજર કરાવતા નિયત સમયે યુવક પરત વિદેશ જઇ શકશે. એવી તો કેવી રીતે પોલીસે મદદ કરી કે જે કામના 15 દિવસ લાગે તે કામ માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરી આપ્યું.
પાસપોર્ટ ખોવાઈ ગયો
ઘટના એવી બની કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના હેમ્ટન ખાતે રહેતા એડ્રિન જેમ્સ કોર્સેટિ (Adrian James Corsetti) નામનો યુવક 11મીથી ભારત પ્રવાસે છે. આ વિદેશી યુવકને તેની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને યુનિવર્સિટીની માહિતી અલગ અલગ દેશમાં આપવાનું કામ હોવાથી તે તા.11મીએ ભારતમાં આવ્યો હતો. અલગ અલગ જગ્યાએ ગયા બાદ તે 15મીએ અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટ પર આવીને તે સેટેલાઇટની (Satellite) કોર્ટિયાર્ડ મેરિયોટ હોટલમાં રોકાયો. આ દરમિયાનમાં તેનો પાસપોર્ટ ગુમ થઇ ગયો. જેથી તે સતત ચિંતામાં આવી ગયો.
પોલીસની મદદ માંગી
હોટલના સ્ટાફ દ્વારા તેને બાજુમાં જ પોલીસ સ્ટેશન હોવાની માહિતી અપાતા તે સેટેલાઇટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) ગયો. રોજેરોજ જ્યાં આરોપી અને ગુજરાતી લોકો આવતા હતા ત્યાં એક વિદેશી નાગરિકને જોઇને પોલીસ અચંબામાં પડી ગઇ. તેણે પાસપોર્ટ ગુમ બાબતે અંગ્રેજીમાં બોલતા જ ફાંફડુ અંગ્રેજી બાલી પોલીસે મદદ કરવાની ખાતરી આપી. પોલીસ સ્ટાફ આ યુવકને PI કે. વાય. વ્યાસ સાથે લઇ જવામાં આવ્યા. જ્યાં પોલીસે આ વિદેશી નાગરિક સાથે વાત કરી તાત્કાલિક એમ્બેસી, હાઇકમિશન અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી જરૂરી લેટરો લખી ઇનિશિયેટીવ લઇ તેને પ્રમાણપત્ર અપાવ્યું. જેના આધારે ટેમ્પરરી પાસપોર્ટ ઇસ્યુ કરાશે અને વિદેશી નાગરિક વિદેશ જઇ શકશે.
15 દિવસનું કામ એક જ દિવસમાં
આમ તો પાસપોર્ટ ગુમ થઇ જાય ત્યારબાદ ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવવાની પ્રોસેસ પંદરેક દિવસથી લઇ અનેક મહિનાઓ લગાવી દેતા હોય છે પણ આ વિદેશી નાગરિકને 21મીએ પરત ઓસ્ટ્રેલિયા (Australia) જવાનું હોવાથી પોલીસે એક જ દિવસમાં આ તમામ ચેનલ મારફતે પત્ર વ્યવહારો કરી ટેમ્પરરી પાસપોર્ટ ઇસ્યુ કરવાનું પ્રમાણપત્ર અપાવ્યું. પોલીસની આ એક કામગીરીથી ખુદ વિદેશી યુવક ગુજરાત પોલીસની સરખામણી વિદેશની પોલીસ સાથે કરી બેઠો. તેની સાથે ભારતીય નાગરિક તરીકે કામ કરતી એક મહિલાએ સોશિયલ મિડીયા પર પોલીસનો આભાર પણ માન્યો. આમ હવે આ પ્રમાણપત્ર થકી આ વિદેશી યુવક તેના નિયતસમયે વિદેશ જઇ શકશે અને બાદમાં ઓસ્ટ્રેલિયા કમિશનના લેટર, પોલીસના પ્રમાણપત્ર અને પાસપોર્ટ ઓફિસના ડોક્યુમેન્ટ પર તે તેનો ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી શકશે.
વિદેશી નાગરિકોમાં ગુજરાત પોલીસની સારી છાપ પડી
પંદરેક દિવસમાં પૂર્ણ થતાં કામને પ્રાથમિકતા સમજી પોલીસે કદાચ આ કામ એક દિવસમાં પૂર્ણ ન કર્યું હોત તો વિદેશી નાગરિક 21મીએ વિદેશ ન જઇ શક્યો હોત. જો કે અમદાવાદની સેટેલાઇટ પોલીસની (Satellite Police) આ કામગિરીથી વિદેશી નાગરિક તો ખુશ હતો પણ સાથે સહુ કોઇએ ગુજરાત અને અમદાવાદ પોલીસ પર ગર્વ લેવા જેવી બાબત ગણી શકાય તેવો આ કિસ્સો બની ગયો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×