વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપનારા ઝડપાયા, આ કારણે ઘડ્યો હતો પ્લાન
અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માગનાર બે આરોપીઓને ઝડપી લેવાયા છે. બંને આરોપીઓમાંથી એક આરોપી છે સાયબર એક્સપર્ટ અને દેવું થઈ જતા આરોપીએ પોતાના જુના ગ્રાહકનો ડેટા મેળવી ધમકી આપી હતી.ગુનો આચરવાનું કારણમોહન રાજ સેન્ગુદર અને મોહન ગવંડર નામના બંને આરોપીઓ મૂળ તમિલનાડુના છે અને હાલ મણિનગર રહે છે. બે આરોપીઓએ 1 કરોડ રૂપિયાનà
Advertisement
અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માગનાર બે આરોપીઓને ઝડપી લેવાયા છે. બંને આરોપીઓમાંથી એક આરોપી છે સાયબર એક્સપર્ટ અને દેવું થઈ જતા આરોપીએ પોતાના જુના ગ્રાહકનો ડેટા મેળવી ધમકી આપી હતી.
ગુનો આચરવાનું કારણ
મોહન રાજ સેન્ગુદર અને મોહન ગવંડર નામના બંને આરોપીઓ મૂળ તમિલનાડુના છે અને હાલ મણિનગર રહે છે. બે આરોપીઓએ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસ થી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાંથી મુખ્ય આરોપી મોહન રાજ સેન્ગુદર અગાઉ બેન્ક એકાઉન્ટ ખોલવાનું અને લોન આપવાનું કામ કરતો હતો અને તે દરમિયાન તેણે આ વેપારી નું એકાઉન્ટ પણ ખોલ્યું હતું પણ છેલ્લા અનેક સમયથી આરોપીને શેર બજારમાં 70 લાખનું દેવું થઈ જતા તેણે અપહરણ અને ખંડણી માટેની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
આવી રીતે આપ્યો અંજામ
મોહન રાજ અને મોહન ગવંડર હાલ મણિનગરમાં રહેતા હતા. મુખ્ય આરોપી મોહન રાજ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં ફરિયાદીના પરિવારના બેંક એકાઉન્ટ ખોલાવવા તેમના બાળકને વિદેશ મોકલવા સહિતની પ્રક્રિયા કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા મોહન રાજે નિભાવી હતી. કોઈક કારણોસર નોકરી છૂટી છતાં મોહન રાજે અપહરણ કરવા કાવતરું રચી, ખૂન કરવાની ધમકી આપી હતી.
આરોપીને લાગ્યું કે આ વેપારી સદ્ધર છે અને કઈક મળી રહેશે એટલે ટાર્ગેટ કર્યો હતો પણ પોલીસે તેને ટેક્નિકલ એનાલિસિસ થી ઝડપી પાડયા. આરોપીઓએ પહેલા ફોન કર્યા હતા અને ફેક ઇમેઇલ આઈડી બનાવી આ કાવતરું રચ્યું હતું તો આરોપીઓ વેપારીના પરિવાર ને સોશ્યલ મીડિયા પર ટ્રેક કરી રજેરજની માહિતીઓ પણ એકત્રિત કરતા હતા.
આરોપી હતો સાયબર એક્સપર્ટ
ઉલ્લેખનીય છે કે, મોહન રાજ સાયબર એક્સપર્ટ છે. તે પોલીસને પણ ભૂતકાળમાં કેટલાક કેસમાં મદદ કરી ચૂક્યો છે. પોલીસને મદદ કરનાર એ એક વેપારીને ધમકાવી પૈસા પડાવવાનો વિચાર તો કર્યો પણ પોલીસ તેના કરતા એક કદમ આગળ નીકળી અને આખરે બને આરોપીઓને ટેક્નિકલ એનાલીસીસ થી જ ઝડપી પાડયા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


