Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શહેરની હવા બની પ્રદૂષિત, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 218 સુધી પહોંચ્યો

Ahmedabad: દિવાળી પર Ahmedabad ની હવા ગંભીર પ્રદૂષણના ઝપેટમાં આવી છે. નગરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 218 સુધી પહોંચ્યો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમજનક છે.
ahmedabad  શહેરની હવા બની પ્રદૂષિત  અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 218 સુધી પહોંચ્યો
Advertisement
  1. ગ્યાસપુરમાં AQI 222, ચાંદખેડામાં AQI 281
  2. સરદાર પટેલ સ્ટેડિયમમાં AQI 209 પર પહોંચ્યો
  3. રાયખડમાં AQI 269, રખિયાલમાં AQI 201

Ahmedabad: દિવાળી પર Ahmedabad ની હવા ગંભીર પ્રદૂષણના ઝપેટમાં આવી છે. નગરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 218 સુધી પહોંચ્યો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમજનક છે. ગ્યાસપુરમાં AQI 222, ચાંદખેડામાં 281, અને સરદાર પટેલ સ્ટેડિયમમાં 209 સુધી વધ્યો છે. રાયખડ અને રખિયાલમાં AQI ક્રમશ: 269 અને 201 નોંધાયું છે. આ તહેવાર દરમિયાન ગુલાલ અને દીવાળીના ફટાકડાઓને કારણે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં ઉછાળો આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: શાળાના આચાર્યની કરતૂત, શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી શિક્ષકની બદલી

Advertisement

ઈસરો બોપલમાં AQI 259 અને એરપોર્ટ પર 190 નોંધાયો

અમદાવાદના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, ઈસરો બોપલમાં AQI 259 અને એરપોર્ટ પર 190 નોંધાયો છે. ગિફ્ટ સિટી ખાતે પણ AQI 196 રેકોર્ડ કરવામાં આવ્યું છે. આવા ચિંતાજનક આંકડાઓ સિવાય, શહેરના નાગરિકોને આ હાલતને ગંભીરતાથી લેવા અને સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે સ્વાસ્થ્ય માટે આ પ્રદૂષણ ખતરનાક થઈ શકે છે.

આ પણ વાંચો: ધનતેરસથી બરડા જંગલ સફારીનો શુભારંભ, વન અને પર્યટન મંત્રી મુળુભાઇ બેરા કરશે ઉદ્ધાટન

વાતાવરણને પ્રદૂષિત કરવા ઉદ્યોગ પણ એટલા જ જવાબદાર

Ahmedabad શહેરમાં આવેલા ઉદ્યોગના કારણે પણ વર્ષ દરમિયાન શહેરનું વાતાવરણ ખુબ જ પ્રદૂષિત બન્યું છે. ઘણીવાર તો શ્વાસ લેવાનું જોખમી બની જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેરમાં આવા ઉદ્યોગના કારણે વાતાવરણ ખુબ જ ઝેરી બન્યું છે. આ તહેવારથી પણ થોડૂં ઘણુ વાતાવરણ પ્રદૂષિત થવાનું છે, પરંતુ વાતાવરણને ઝેરી બનાવવા માટે ઉદ્યોગો પણ એટલા જ મહત્વના છે.

આ પણ વાંચો: Gujarat: હજી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું, શું ‘દાના’ વાવાઝોડું ગુજરાતને અસર કરશે?

દિલ્લીમાં પણ પ્રદૂષણનું સ્તર વધતું જ જઈ રહ્યું છે, અને લોકો અહીં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.  24 ઓક્ટોબરે શહેરનું સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 350 ની નજીક પહોંચી ગયું હતું. સામાન્ય રીતે AQI 50ની આસપાસ રહેતો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારી સ્થિતિ માનવામાં આવે છે. 300થી વધુ AQI વાળી હવા ખૂબ જ જોખમી છે અને આ સાથે જ ઘણી ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

Tags :
Advertisement

.

×