Amit Shah in Gujarat : આવતીકાલથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- આવતીકાલથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા એક્શનમાં!
- પોતાના મતવિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એક્શન
- ગટર, વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને યોજશે બેઠક
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવતાકીલે એટલે કે 13 સપ્ટેમ્બરનાં રોજ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવવાના છે. જો કે, આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. પોતાનાં મતવિસ્તાર ગાંધીનગર (Gandhinagar), બાવળા, સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સંબંધિત અધિકારીઓ, નેતાઓ સાથે બેઠક કરશે એવી માહિતી છે.
આ પણ વાંચો -PM Modi in Gujarat : આ તારીખે ગુજરાત આવશે PM મોદી, ભાવનગરને આપશે કરોડોનાં વિકાસકાર્યોની ભેટ!
આવતીકાલથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે (Amit Shah in Gujarat) આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસની ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે, આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા હેઠળની મનપા, બાવળા અને સાણંદમાં વરસાદી પાણી ભરવાની અને ગટરની સમસ્યાને લઈ ખુદ સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. માહિતી છે કે 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદનાં સર્કિટ હાઉસ ખાતે મહત્ત્વની બેઠક યોજશે.
આ પણ વાંચો -Rajkot : પીઠડીયા ટોલ પ્લાઝા પર કારચાલકની દાદાગીરી તો જુઓ! CCTV ફૂટેજ થયા વાઇરલ
પોતાના મતવિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને અમિત શાહ એક્શનમાં
માહિતી મુજબ, પોતાનાં ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 સપ્ટેમ્બરે સંબંધિત અધિકારીઓ, નેતાઓ સાથે આ બેઠક કરશે અને લોકોની સમસ્યાનો જલદી ઉકેલ અને નિરાકરણ લાવવા નિર્દેશ આપશે. જણાવી દઈએ કે, આવતીકાલે સાંજે અમિતભાઈ શાહ અમદાવાદ પહોંચશે. 14 મીનાં રોજ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
આ પણ વાંચો - Vadodara : નિવૃત્ત પોલીસ કર્મીએ અન્ય સાથે મળીને વેપારી પાસેથી પૈસા પડાવ્યા, ગેંગ ઝબ્બે


