Amreli : જાહેર મંચ પરથી દિલીપ સંઘાણીએ કહ્યું- કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, ત્યારે જ..!
- Amreli ભાજપના નેતા દિલીપ સંઘાણીના બેબાક બોલ!
- અશોક માંગરોળિયા મુદ્દે કાયદાના ઉલ્લંઘન અંગે આપ્યું નિવેદન
- અશોક માંગરોળિયાના પિતાના અવસાન સમયની ઘટનાને વર્ણવી
- કાયદો બધા માટે સરખો હોવો જોઈએ : દિલીપ સંઘાણી
- ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય : દિલીપ સંઘાણી
Amreli : અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘાણીનું (Dilip Sanghani) વધુ એક બેબાક નિવેદન સામે આવ્યું છે. નકલી લેટરકાંડ પાયલ ગોટી (Payal Goti) પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયા મુદ્દે જાહેરમંચ પરથી કાયદાનાં ઉલ્લંઘન અંગે નિવેદન આપ્યું છે. દિલીપ સંઘાણીએ અશોક માંગરોળિયાના પિતાના અવસાન સમયની ઘટનાને વર્ણવી હતી અને કહ્યું કે, અશોક માંગરોળિયાના પિતાના અવસાન સમયે પાર્ટીમાંથી અંતિમક્રિયામાં ન જવા દેવાયા. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ.
આ પણ વાંચો - Gram Panchayats Election : કચ્છના અંજારની રતનાલ ગ્રા.પં. ચૂંટણી પરિણામની ચારેકોર ચર્ચા!
Amreli Letterkand હજુ શમ્યો નથી, BJP નેતા Dileep Sanghani આકરા થયા! પાર્ટીના ક્યાં નેતા નિશાને?@Dileep_Sanghani #Gujarat #Amreli #BJP #DileepSanghani #AshokMangroliya #Controvery #GujaratFirst pic.twitter.com/epdNDpuNxz
— Gujarat First (@GujaratFirst) June 25, 2025
'અશોકના પિતાજીના અવસાન સમયે પાર્ટીમાંથી અંતિમક્રિયામાં ન જવા દેવાયા'
અમરેલી (Amreli) આજે કટોકટી લાગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના અવરસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ નેતા (BJP) અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી (Dilip Sanghani) પણ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે પોતાનાં ભાષણમાં નકલી લેટરકાંડ અને પાયલ ગોટી પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયાનું નામ લઈ કાયદાના ઉલ્લંઘનનો જાહેરમંચ પરથી ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અશોક માંગરોળિયાના પિતાજીના અવસાન સમયે પાર્ટીમાંથી અંતિમક્રિયામાં ન જવા દેવાયા. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય.
આ પણ વાંચો - Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, વાંચો વિગત
અમરેલીમાં કાયદાના ભંગ થયાના કિસ્સાઓ બની રહ્યા છે : દિલીપ સંઘાણી
દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું હતું કે, અમરેલીમાં કાયદાના ભંગ થયાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે નવા કલેક્ટર પાસે આશા છે કે કાયદા પ્રમાણે ચાલશે. કોઈ ચમરબંધીની વાત નહીં માને તો જિલ્લો તમારી સાથે ઊભો રહેશે. જણાવી દઈએ કે, દિલીપ સંઘાણીના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. દિલીપ સંઘાણીના નિવેદનને લઈ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
આ પણ વાંચો - Aravalli Gram Panchayats Election : રાજ્ય સરકારમાં મંત્રીના પુત્રની 500 થી વધુ મતથી થઈ હાર


