Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : Satadhar Vivad માં હવે કોંગ્રેસ નેતા મેદાને! કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ને લખ્યો પત્ર

તેમણે મહંત વિજયબાપુ સામે થયેલા તમામ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા છે.
amreli   satadhar vivad માં હવે કોંગ્રેસ નેતા મેદાને  કેન્દ્રીય ગૃહમંત્રી amit shah ને લખ્યો પત્ર
Advertisement
  1. મહંત વિજયબાપુ વિવાદ મામલે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત મેદાને (Satadhar Vivad)
  2. મહંત વિજયબાપુ પર આક્ષેપ પાયાવિહોણાં : પ્રતાપ દૂધાત
  3. સમગ્ર ઘટનાની CBI તપાસની પ્રતાપ દૂધાતે કરી માગ
  4. પ્રતાપ દૂધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર

અમરેલીમાં (Amreli) સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ (Apagiga Gadipati Vijaybapu) સામે ગંભીર આરોપો બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે હવે કોંગ્રેસ (Congress) નેતા પ્રતાપ દૂધાત મેદાને આવ્યા છે. તેમણે મહંત વિજયબાપુ સામે થયેલા તમામ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા છે અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડાયું હોવાનો આરોપ કરી આ મામલે (Satadhar Vivad) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખી CBI તપાસની માગ કરી છે.

આ પણ વાંચો - Bharuch માં 11 વર્ષીય બાળકી સાથે ક્રૂરતા, પાડોશીએ ચોકલેટની લાલચે આચર્યું દુષ્કર્મ

Advertisement

Advertisement

મહંત વિજયબાપુ પર આક્ષેપ પાયાવિહોણાં : પ્રતાપ દૂધાત

અમરેલીમાં સતાધારનાં મહંત વિજયબાપુ સામે નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં ગંભીર આક્ષેપો કરાયા હતા, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે (Pratap Dudhat) પ્રતિક્રિયા આપી છે. તેમણે મહંત વિજયબાપુ સામે થયેલા તમામ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા સનાતમ ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.

આ પણ વાંચો - GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!

પ્રતાપ દૂધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર

આ સાથે પ્રતાપ દૂધાતે કહ્યું કે, ખોટા અને કોઈપણ પુરાવા વિના પાયાવિહોણા આરોપ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. માહિતી અનુસાર, આ મામલે (Satadhar Vivad) CBI તપાસ થાય તે માટે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) એક પત્ર પણ લખ્યો છે. જણાવી દઈએ કે, આ પહેલા જુનાગઢનાં (Junagadh) મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુ (Sukhramdas Bapu) અને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિબાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ મહંત વિજયબાપુનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો - Gujarat Police : ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!

Tags :
Advertisement

.

×