Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli Letterkand : ત્રણેય આરોપી જેલ મુક્ત, બહાર આવીને સૌથી પહેલા કહી આ વાત!

જેલની બહાર મોટી સંખ્યામાં લેટરકાંડનાં આરોપીઓનાં સમર્થકો ઉમટ્યા હતા.
amreli letterkand   ત્રણેય આરોપી જેલ મુક્ત  બહાર આવીને સૌથી પહેલા કહી આ વાત
Advertisement
  1. Amreli Letterkand નાં આરોપીઓ જેલ મુક્ત થયા
  2. અમરેલી સબ જેલમાંથી બહાર આવી ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નાદ લગાવ્યા
  3. જેલની બહાર લેટરકાંડનાં આરોપીઓનાં સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા
  4. સહી અસલી, લેટર અસલી હોવાનું મનીષ વઘાસીયાનું નિવેદન

અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ (Amreli Letterkand) મામલે મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડનાં આરોપીઓને જેલ મુક્તિ મળી છે. અમરેલી સબ જેલમાંથી બહાર આવીને 'ભારત માતાકી જય', 'વંદે માતરમ્' ના નાદ લગાવ્યા. આ સાથે 'સત્ય મેવ જયતે' કહીને લેટર કાંડનાં આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલની બહાર મોટી સંખ્યામાં લેટરકાંડનાં આરોપીઓનાં સમર્થકો ઉમટ્યા હતા.

આ પણ વાંચો - Surat : મોપેડ પર 5.38 લાખનું MD ડ્રગ્સ લઈ જતાં 2 ને દબોચ્ચા, એક ઘરમાંથી ઝડપાયો

Advertisement

ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો : મનીષ વધાસીયા

અમરેલીનાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને (MLA Kaushik Vekaria) બદનામ કરવા લખાયેલા લેટરકાંડ (Amreli Letterkand) મામલે જેલમાં ધકેલાયેલ આરોપીઓને હવે મોટી રાહત મળી છે. આરોપીઓ અમરેલીની સબ જેલમાંથી બહાર આવી ગયા છે. દરમિયાન, જેલની બહાર તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને 'ભારત માતાકી જય', 'વંદે માતરમ્' અને સત્ય મેવ જયતે' નાં નારા લગાવ્યા હતા. જેલમાંથી બહાર આવી મનીષ વધાસીયાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપનો (BJP) કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો છું. મને કોઈ મોટું પદ ન મળે તે માટે મારી પાછળ ષડયંત્ર રચાયું હતું. આ સાથે સહી અને લેટર અસલી હોવાનો તેમને દાવો કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Dahod : ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી!

છેલ્લા 1 મહિનાથી અમે જેલમાં કેદ હતા : અશોક માંગરોળિયા

જ્યારે જેલમાંથી બહાર આવેલ અશોક માંગરોળિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા 1 મહિનાથી અમે જેલમાં કેદ હતા. પરિવાર સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીશું અને સમગ્ર લેટરકાંડ અંગે અને ષડતંત્ર અંગે જણાવીશું. જણાવી દઈએ કે, આ પહેલા 23 મી જાન્યુઆરીનાં રોજ અમરેલી લેટરકાંડ મામલે હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને જામીન આપ્યા હતા. મનિષ વઘાસિયા, જીતુ ખાત્રા, અશોક માંગરોળિયાને જામીન મળતા આજે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : વટવા GIDC ફેઝ 1 માં લાગી વિકરાળ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાનાં ગોટેગોટા

Tags :
Advertisement

.

×