Paresh Dhanani : પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કડકડતી ઠંડીમાં પણ ઉપવાસ આંદોલન યથાવત
- શિયાળાની કડકડતી ઠંડીમાં લડત લડતા Paresh Dhanani
- પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય મળે માટે લડત
- વીરજી ઠુમ્મર, કાર્યકર્તાઓ ઉપવાસ આંદોલનમાં સહભાગી થયા
અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ (Paresh Dhanani) 'નારી સ્વાભિમાન આંદોલન' શરૂ કરી અમરેલીનાં (Amreli) રાજકમલ ચોક ખાતે ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે વીરજી ઠુમ્મર સહિતનાં નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ આંદોલનમાં સહભાગી થયા છે. ત્યારે, ગઈકાલે મોડી રાતે કડકડતી ઠંડીમાં પણ પરેશ ધાનાણી સહિત આગેવાનો લડત લડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : મનપા સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગની સમીક્ષાએ ચિંતા વધારી!
'નારી સ્વાભિમાન આંદોલન' હેઠળ પરેશ ધાનાણી ઉપવાસ પર
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી (Payal Goti Case) સામે થયેલી પોલીસ કાર્યવાહી અને જાહેર સરઘસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani), વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, જેની ઠુમ્મરે અમરેલી પોલીસ અને સરકાર સામે આકરા પ્રહાર કરી પાટીદાર દીકરીને ન્યાય આપવાની માગ કરી છે. 'નારી સ્વાભિમાન આંદોલન' હેઠળ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે. અમરેલીનાં રાજકમલ ચોક ખાતે રાતનાં 2 કલાકે કડકડતી ઠંડીમાં પણ પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા જોવા મળ્યા છે. જો કે, કાર્યકર્તાઓએ કડકડતી ઠંડીની બચવા તાપણું કરીને હૂંફ મેળવી હતી.
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
24 કલાકનાં ઉપવાસનાં હવે 22 કલાક પૂર્ણ થયાં
જણાવી દઈએ કે, પરેશ ધાનાણી સાથે વીરજી ઠુમ્મર (Virji Thummar) અને 30 જેટલા કાર્યકર્તાઓ રાત્રિનાં ઉપવાસ આંદોલનમાં સહભાગી થયા છે. 24 કલાકનાં ઉપવાસનાં હવે 22 કલાક પૂર્ણ થયાં છે. માહિતી અનુસાર, 10 વાગ્યા સુધી ઉપવાસ કર્યા બાદ પરેશ ધાનાણી આગળની રણનીતિ જાહેર કરશે. પીડિતા પાયલ ગોટીને જલદી ન્યાય મળે અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર સહિતનાં નેતાઓએ 'નારી સ્વાભિમાન આંદોલન' શરૂ કર્યું છે.
આ પણ વાંચો - Devayat Khavad એ Brijraj Gadhvi ને કહ્યું- જે મુઠ્ઠી બાંધેલી છે તેને ઉઘાડી ના કરો! જુઓ આ વીડિયો


