Amreli : આ ગામમાં હડકાયા શ્વાનનો આંતક, 5 થી 6 વ્યક્તિઓ પર હુમલો કરી બચકાં ભર્યા!
- Amreli નાં ખાંભાના ચકરાવા ગામે હડકાયા શ્વાનનો આંતક
- ચકરાવામાં 5 થી 6 વ્યક્તિઓને હડકાયા શ્વાને ભર્યા બચકાં
- બે બાળકો મહિલાઓ સહિત 5 થી 6 લોકોને બચકાં ભર્યાં
- ઈજાગસ્તોને સારવાર માટે સામુહિક કેન્દ્રમાં લઈ જવાયા
- હડકાયા શ્વાનના આતંકથી ચકરાવા ગામમાં ભયનો માહોલ
Amreli : અમરેલીનાં ખાંભામાં ચકરાવા ગામે (Chakrava Village) હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. શ્વાને 5 થી 6 વ્યક્તિઓને બચકાં ભરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. બે બાળક, મહિલાઓ સહિત 5 થી 6 લોકોને બચકાં ભરતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકનાં સામુહિક કેન્દ્ર લઈ જવાયા છે. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા જલદી કાર્યવાહી કરવામાં આવે એવી માગ ગ્રામજનો દ્વારા ઊઠી છે.
આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાત મુલાકાતે : જાણો તેમનું સંપૂર્ણ શેડ્યુલ
Amreli નાં ખાંભાના ચકરાવા ગામે હડકાયા શ્વાને 5 થી 6 લોકોને બચકાં ભર્યા!
અમરેલી જિલ્લાનાં (Amreli) ખાંભા તાલુકામાં (Khambha) આવેલા ચકરાવા ગામે ત્યારે ભયનો માહોલ સર્જાયો જ્યારે એક શ્વાનને હડકવા ઉપડી જતા તેણે ગામનાં 5 થી 6 લોકો પર હુમલો કરી બચકાં ભર્યા હતા. માહિતી અનુસાર, શ્વાનને બે બાળક, મહિલાઓ સહિત કુલ 5 થી 6 લોકોને બચકાં ભર્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સામુહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - અમદાવાદ જિલ્લા પોલીસે JIO Mobile Tower માંથી 5G બેઝબેન્ડ યુનિટ ચોરતી જોડીને પકડી, 10 ગુનાનો ભેદ ઉકેલાયો
ગ્રામજનોમાં ડરનો માહોલ, કાર્યવાહી કરવા માગ
શ્વાન સાથે ગામનાં 5 થી 6 લોકો પર હુમલો થતાં ગ્રામજનોમાં ડરનો માહોલ સર્જાયો છે. ગામના શ્વાનનું (Dog Bite) રસીકરણ ના થયું હોવાથી અન્ય શ્વાનને પણ હડકવા થવાની સંભાવનાઓ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આથી, પરિસ્થિતિઓ વણશે તે પહેલા આ મામલે તંત્ર દ્વારા જલદી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માગ ગામનાં લોકોએ ઊચ્ચારી છે.
આ પણ વાંચો - Bihar Assembly Elections પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વિશેષ નિવેદન