ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Suratમાં પાડોશી મહિલાની સતર્કતાના કારણે બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી

માસુમ આઠ વર્ષની બાળકી જોડે જધન્ય કૃત્ય કરવાના ઇરાદે શારીરિક છેડતી કરી રહેલા નરાધમની વેસુ પોલીસે ધરપકડ કરી
03:53 PM Dec 23, 2024 IST | Vipul Sen
માસુમ આઠ વર્ષની બાળકી જોડે જધન્ય કૃત્ય કરવાના ઇરાદે શારીરિક છેડતી કરી રહેલા નરાધમની વેસુ પોલીસે ધરપકડ કરી

Suratમાં પાડોશી મહિલાની સતર્કતાના કારણે માસુમ આઠ વર્ષની બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી છે.ઘર નીચે ઊભેલી આઠ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી નરાધમ SMC આવાસની બિલ્ડિંગન દાદરા પાસે ભાગે લઈ ગયો હતો.જ્યાં માસુમ બાળકી જોડે શારીરિક છેડતી કરી રહેલા નરાધમને જોઈ ગયેલી મહિલાએ બૂમાબૂમ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.પરિવારની ફરિયાદના આધારે વેસુ પોલીસે (Police) આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.જ્યાં આગળની વધુ તપાસ વેસુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વેસુ પોલીસે આરોપી સૈલાબ યાદવની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથધરી

શહેરમાં વધુ એક નરાધમની હેવાનિયત સામે આવી છે.માસુમ આઠ વર્ષની બાળકી જોડે જધન્ય કૃત્ય કરવાના ઇરાદે શારીરિક છેડતી કરી રહેલા નરાધમની વેસુ પોલીસે ધરપકડ કરી છે.એક મહિલાની સતર્કતાના કારણે માસુમ બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી છે.વેસુ પોલીસના જણાવ્યા પ્રમાણે વેસુ ખાતે SMC આવાસ આવેલ છે.જે આવાસમાં રહેતા પરિવારની માસુમ આઠ વર્ષની બાળકી ઘર નીચે રમી રહી હતી.જે દરમિયાન નરાધમ આરોપી સૈલાબ જાકરી યાદવે ઘર નજીક રમતી માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. નરાધમ આરોપી સૈલાબ યાદવે ઘર નજીક રમતી 8 વર્ષની બાળકીની એકલતાનો લાભ ઉઠાવી બિલ્ડીંગના દાદરના ભાગે લઈ ગયો હતો. ચોકલેટ આપવાના બહાને બાળકીને લલચાવી ફોસલાવી લઈ ગયા બાદ તેણી જોડે શારીરિક છેડછાડ શરૂ કરી હતી. જોકે આ સમયે બિલ્ડિંગમા જ રહેતી એક મહિલાની નજર આ નરાધમ ઉપર પડી હતી. બાળકીની શારીરિક છેડતી કરતા જોઈ મહિલા રોષે ભરાઈ હતી અને બૂમાબૂમ કરતા લોકટોળું એકત્ર થઈ ગયું હતું.જ્યાં નરાધમને ઝડપી પાડી વેસુ પોલીસના હવાલે કર્યો હતો.જેમાં વેસુ પોલીસે (Police) આરોપી સૈલાબ યાદવની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથધરી હતી.

આ પણ વાંચો: ગુજરાત ફર્સ્ટના Operation Asurના પડઘા બાદ કાર્યવાહી, શરાબના સોદાગરો સામે FIR દાખલ

મહિલાની સતર્કતાના કારણે માસુમ આઠ વર્ષની બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી

વેસુ પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સૈલાબ ઝાકરી યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના કપિયરગંજ તાલુકાનો વતની છે.જે છેલ્લા 30 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલો છે.જ્યાં સુરતના વેસુ ખાતે આવેલા SMC આવાસમાં પોતે છેલ્લા દસ વર્ષથી રહે છે અને ટાઇલ્સ ઘસવાનું મજૂરી કામકાજ કરે છે. આરોપીએ માસુમ બાળકી જોડે આ પ્રમાણે અગાઉ પણ કોઈ વિકૃત હરકત અથવા છેડતી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે (Police) આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

બાળકીઓ જોડે બનતી છેડતી અને દુષ્કર્મ જેવી ઘટનાઓને લઈ લોકોમાં રોષ

મહત્વનું છે કે માસુમ બાળકીઓ જોડે બનતી છેડતી અને દુષ્કર્મ જેવી ઘટનાઓને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પણ હવે જાગૃત થયા છે અને આવી બનતી ઘટનાઓને અટકાવવા માટેના પ્રયાસ કરે છે.સમાજમાં પડદા પાછળ છુપાયેલા આવા નરાધમો માસુમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. પરંતુ લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે અને સમાજમાં આસપાસ રહેલા આવા નરાધમો ઉપર બાજ નજર રાખવી પણ જરૂરી છે.જેમાં સુરતના વેસુ વિસ્તારમાં એક મહિલાની સતર્કતાના કારણે માસુમ આઠ વર્ષની બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી છે.હાલ તો ઘટના અંગે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Himmatnagar બાળ તસ્કરીને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

Tags :
GujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsPolice Gujarat NewsSuratTop Gujarati News
Next Article