Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : અમૂલ ડેરીમાં બાયોગેસની લાઇનનાં બલૂનમાં પ્રચંડ વિસ્ફોટ! 7 લોકો ઇજાગ્રસ્ત

આ દુર્ઘટનામાં કામદારો, અધિકારીઓ સહિત 7 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલ સારવાર ચાલી રહી છે.
anand   અમૂલ ડેરીમાં બાયોગેસની લાઇનનાં બલૂનમાં પ્રચંડ વિસ્ફોટ  7 લોકો ઇજાગ્રસ્ત
Advertisement
  1. Anand ની અમૂલ ડેરીનાં બાયોગેસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના
  2. બાયોગેસની લાઇનનાં બલૂનમાં થયો પ્રચંડ વિસ્ફોટ
  3. વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના બન્યાની ચર્ચા
  4. કામદારો, અધિકારીઓ સહિત 7 લોકો થયા ઘાયલ

Anand : આણંદની અમૂલ ડેરીમાં (Amul Dairy) બાયોગેસ પ્લાન્ટમાં આજે ગોઝારી દુર્ઘટના ઘટી. બાયોગેસની લાઇનનાં બલૂનમાં પ્રચંડ વિસ્ફોટ (Blast in Biogas Plant) થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેલ્ડિંગની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બન્યાનાં પ્રાથમિક અહેવાલ છે. આ દુર્ઘટનામાં કામદારો, અધિકારીઓ સહિત 7 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલ સારવાર ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો - Rajkot : પીઠડીયા ટોલ પ્લાઝા પર કારચાલકની દાદાગીરી તો જુઓ! CCTV ફૂટેજ થયા વાઇરલ

Advertisement

Anand ની અમૂલ ડેરીનાં બાયોગેસની લાઇનનાં બલૂનમાં પ્રચંડ વિસ્ફોટ!

આણંદની (Anand) વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાં આજે બાયોગેસની લાઇનના બલૂનમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતાં કામદારો અને અધિકારીઓ સહિત 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં અમૂલના વાઈસ ચેરમેન કાંતિ સોઢા પરમાર અને MD અમિત વ્યાસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોનાં ખબર-અંતર પૂછ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Gujarat : આ તારીખે ગુજરાત આવશે PM મોદી, ભાવનગરને આપશે કરોડોનાં વિકાસકાર્યોની ભેટ!

વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના બન્યાની ચર્ચા

માહિતી અનુસાર, અમુલ ડેરીમાં (Amul Dairy) અચાનક પ્રચંડ બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ આસપાસનાં વિસ્તારનાં લોકોમાં માં ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગની ટીમો (Anand Fire Department) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. જો કે, બ્લાસ્ટ કયાં કારણોસર થયો તેની હાલ ડેરી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી પરંતુ, Etp પ્લાન્ટ પાસે વેલ્ડિંગની કામગિરી દરમિયાન દુર્ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તના નામની યાદી :

- અશોકભાઈ પરમાર (ઉં. 41)
- કમલેશભાઈ પરમાર (ઉં. 39)
- હર્ષ હરીશભાઈ (ઉં. 30)
- શૈલેષભાઈ પરમાર (ઉં. 29)
- જયેશભાઇ વાઘેલા (ઉં. 26)
- યોગેશભાઈ વાઘેલા (ઉં. 32)
- રાહુલ કમલેશભાઈ શર્મા

આ પણ વાંચો - Bharuch : દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફાયરની વિવિઘ ગાડીઓ ઘટના સ્થળે

Tags :
Advertisement

.

×