Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાંકેસર કેરીનું આગમન; 5 કિલોના 12 બોક્સની આવક, જાણો કેટલો છે ભાવ

Gondal: રાજકોટના ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં શિયાળાના સમયમા કેસર કેરીની જોવા મળી રહી છે
gondal ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાંકેસર કેરીનું આગમન  5 કિલોના 12 બોક્સની આવક  જાણો કેટલો છે ભાવ
Advertisement
  1. હરાજીમાં 5 કિલોના 1 બોક્સનો ભાવ રૂપિયા 2625 બોલાયો
  2. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગમાં આવ્યાં કેસર કેરીના 12 બોક્સ
  3. શિયાળાની સીઝનમાં આવતી કેસર કેરીનો સ્વાદ હોય છે વધારે સારો

Gondal: રાજકોટના ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં શિયાળાના સમયમા કેસર કેરીની જોવા મળી રહી છે અને ભાવમા સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે શિવ ફ્રુટ નામની પેઢીમાં જીરા દુધાળા ગીરની કેસર કેરીના 5 કિલોના 12 આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં 5 કિલોના 1 બોક્સના રૂ.2625 ભાવ બોલાયો હતો. ગોંડલ જુના યાર્ડમાં આવેલ રાદડિયા ફ્રૂટના વેપારી જેન્તીભાઈ રાદડિયાએ હરાજીમાં ઉંચા ભાવે ખરીદી કરી હતી. ઉનાળાની સીઝન કરતા પણ સારો સ્વાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે પ્રેરણારૂપ છે આ દંપતી, ડોલરની નોકરી છોડી કરી રહ્યાં છે સરગવાની પ્રાકૃતિક ખેતી

Advertisement

APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવી કેસર કેરી

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા દુધાળા ગામમાં આવેલા આંબાના બગીચામા હાલ શિયાળાના સમયમા કેસર કેરીનુ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. જેના કારણે હાલ ગોંડલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં આવેલ શિવ ફ્રુટ નામની પેઢી ધરાવતા પરેશભાઈ તથા કેવલભાઈની પેઢીમાં જીરા દુધાળા ગામના ખેડૂત શાંતિભાઈ વિરજીભાઈ પાઘડાળ 2 વિધાનો આંબાના બગીચામાં શિયાળાની સીઝન કેસર કેરીના 5 કિલોના 12 બોક્સ ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે લઈને આવ્યા હતા. કેસર કેરીના ભાવ પણ સારો મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: EX IPS અધિકારી સંજીવ ભટ્ટને મોટી રાહત, આ કેસમાં પોરબંદર કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

ઉનાળા કરતા શિયાળાની સીઝનમાં કેસર કેરીનો સ્વાદ સારો હોય છે

ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં શિવ ફ્રુટ નામની પેઢી ધરાવતા પરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાની સીઝનમાં જે કેસર કેરી આવક થાય છે, ત્યારે વાતાવરણમાં બદલાવ અને ગ્લોબલ વોર્નિંગને હિસાબે શિયાળો ચાલુ થતાની સાથે કેસરીનું આગમન થતું હોય છે. ઉનાળાની કેસર કેરીનો સ્વાદ હોય તેનાથી સારો સ્વાદ શિયાળાની કેસર કેરીમાં જોવા મળે છે. જીરા દુધાળા ગામના ખેડૂત શાંતિભાઈએ શિયાળાની સીઝનમાં 1 ઝાડમાં કેસર કેરીનું આવરણ થયું હતું. આજરોજ ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં 5 કિલોના 12 બોક્સ લઈને હરાજીમાં આવ્યા હતા.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Rajkot: વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો, રોકડ અને મોબાઈલની ચલાવતો હતો લૂંટ

Tags :
Advertisement

.

×