Somnath ત્રિવેણી સંગમમાં સીગલ પક્ષીઓનું આગમન, પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર
- ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર સીગલ પક્ષીનું આગમન
- ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે વસવાટ કરે છે આ પક્ષીઓ
- દર વર્ષે આ સમયગાળા દરમિયાન આવે છે આ સીગલ પક્ષીઓ
Somnath: સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ કિનારે વિદેશી પક્ષીઓનુ આગમન થયું છે.દર વર્ષે ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર સીગલ પક્ષીનું આગમન થાય છે. આ પક્ષીઓ સોમનાથ આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. કહેવાય છે કે, યુરોપ રશીયા સહિતના દેશોમાં ખુબ જ બરફ પડવાને કારણે આ પક્ષીઓ હુંફાળા વાતવરણમાં શિયાળા દરમિયાન આવે છે અને શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે વસવાટ કરે છે.
આ પણ વાંચો: Gujarat: જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પર થયો હિંસક હુમલો, જાણો કેવી છે હાલત
યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા આ સીગલ પક્ષીઓ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિદેશથી આવતા આ પક્ષીઓ અહીં આવીને બચ્ચાંને જન્મ આપી તેનો ઉછેર કરે છે. ગરમીની શરૂઆત થતાંની સાથે જ આ પઘી વિદાય લે છે.ત્યારે ત્રિવેણી આવતા યાત્રિકો આ પક્ષીઓને વિવિધ ચીજવસ્તુઓ ખવડાવવાનો અને ફોટા પાડવાનો આનંદ માણતા હોય છે. શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો સોમનાથના પ્રવાસમાં આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવેતો, અહીં આ પક્ષીઓ ત્રિવેણી સંગમની શોભા વધારી દેતા હોય છે.
આ પણ વાંચો: Rajkot: ‘પહેલો સગો તે પાડોશી’ કહેવત ખોટી પડી! 11 વર્ષની સગીરાને પાડોશીએ પીંખી નાખી
સીગલ નામના વિદેશી પક્ષી ખાસ શિયાળામાં આવે છે
રાજકોટથી સોમનાથના પ્રવાસે આવેલ કશ્યપભાઈ પક્ષીઓને ધાન ખવડાવીને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સીગલ નામના વિદેશી પક્ષી ખાસ શિયાળાની ઋતુમાં અહીં આવે છે જેને જોવામાં પણ ખૂબ આનંદ થાય છે ત્યારે હાલ શહેરમાં પક્ષીઓ જોવા પણ નથી મળતા ત્યારે આ પક્ષીઓને જોઈને ખૂબ આનંદ થાય છે. અત્યારે મોટી સંખ્યામાં આવેલા સીગલ નામના વિદેશી પક્ષીઓને જોવા માટે લોકો આવી રહ્યાં છે અને આ નજારાને માણી કહ્યાં છે.
આ પણ વાંચો: હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરી રહ્યાં છે ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાય, વીડિયો થયો વાયરલ


