Banaskantha: શાળાના આચાર્યની કરતૂત, શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી શિક્ષકની બદલી
- બનાસકાંઠાના મજાદર પ્રાથમિક શાળાના આચાર્યની કરતૂત
- થરાદની ડુવા શાળાના શિક્ષકને નકલી ઓર્ડર આપ્યો હતો
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
Banaskantha: રાજ્યમાં નકલી ચીજવસ્તુ, અધિકારી, કચેરીઓની ભરમાર વચ્ચે હવે શિક્ષકની બદલીના નકલી ઓર્ડરનું કારસ્તાન સામે આવ્યું છે. બનાસકાંઠા (Banaskantha)ના વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના આચાર્યે ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી તેમાં નકલી સહી કરી એક શિક્ષકની બદલીનો પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે. થરાદ તાલુકાની ડુવા શાળાના શિક્ષકને આ નકલી બદલી પત્ર આપ્યો હોવાનું ખુલતાં તપાસ તેજ કરાઈ છે.
Banaskantha : નકલીની ભરમાર વચ્ચે હવે નકલી બદલીનું કારસ્તાન! | Gujarat First#FakeTransferScam #EducationDepartment #ForgeryCase #Banaskantha #TeacherTransferFraud #PrimarySchoolScandal #BrijeshParmar #EducationInvestigation #PoliceComplaint #FakeOrderExposed #Gfcard… pic.twitter.com/SesiW8FKVX
— Gujarat First (@GujaratFirst) October 26, 2024
આ પણ વાંચો: Porbandar: ધનતેરસથી બરડા જંગલ સફારીનો શુભારંભ, વન અને પર્યટન મંત્રી મુળુભાઇ બેરા કરશે ઉદ્ધાટન
બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદના આદેશ
અત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક અસરથી આચાર્ય બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, બ્રિજેશ પરમાર ગાંધીનગર નિયામકના ખોટા લેટરથી શિક્ષકોની બદલી કરવાના હતાં. નોંધનીય છે કે, અત્યારે આ કારસ્તાન બહાર આવ્યું છે. જે મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat: હજી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું, શું ‘દાના’ વાવાઝોડું ગુજરાતને અસર કરશે?
નકલી કચેરી, નકલી અધિકારી અને હવે શિક્ષકની બદલી પણ નકલી!
રાજ્યમાં અત્યારે નકલી નકલીની ભરમાર જોવા મળી રહી છે. પહેલા નકલી કચેરી, નકલી ઓફિસ, નકલી અધિકારી અને હવે શિક્ષકની બદલી પણ નકલી! આ કૌભાંડો ક્યારે અટકશે? એવું લાગી રહ્યું છે કે, દરેક વિભાગોની સઘન તપાસ થવી જોઈએ અને જોવું જોઈએ કે, ક્યા કોણ ફ્રોડ કરી રહ્યું છે. કારણ કે, જે પ્રકારે અત્યારે આ બધી બાબતો સામે આવી રહીં છે તેને જોતા રાજ્ય માટે ખુબ જ ચિંતાજનક વાત છે. આવા કૌભાંડો કરતા લોકો સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
આ પણ વાંચો: કેન્દ્રની ફટકાર બાદ જાગી ગુજરાત સરકાર, તાત્કાલિક નવા નાણાં પંચની કરાશે રચના


