Banaskantha: રાજ્યમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન, તલાટીએ ડિજિટલ લાંચ લીધાનો આરોપ
- છાપીના તલાટી નરેશ ચૌધરી સામે કોન્ટ્રાક્ટરનો આરોપ
- પૂર્વ સાંસદ પરબત પટેલના નજીકના હોવાનો કરતો રોફ
- વિસ્તરણ અધિકારી શબ્બીર મન્સૂરી સામે પણ આરોપ
- તપાસના નામે 1 લાખ નક્કી કરી ભીનું સંકેલવાનો દાવો
Banaskantha: લાંચ લેવાની ઘટનાઓ અત્યારે ખુબ જ વધી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભ્રષ્ટાચારીઓ હવે લાંચ લેવા માટે અનેક પ્રકારની કિમીયાનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે ભ્રષ્ટાચારીઓ ઓનલાઈન લાંચ લેતા થઈ ગયાં છે. વડગામ તાલુકાના છાપી ગામના તલાટી ડિજિટલ લાંચ લીધાનો મેસેજ સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Khandwaમાં મશાલ સરઘસમાં ભીષણ આગ, 50 દાઝ્યા
ગટર અને પાઇપલાઇનના કામે 1, 00,000 માંગ્યા અને...
વિસ્તરણ અધિકારી સબીર મન્સુરી અને તલાટી નરેશ ચૌધરીએ ગટર અને પાઇપલાઇનના કામે 1, 00,000 માંગ્યા હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. વિસ્તરણ અધિકારીના ભાગે આવતા 65 હજાર રૂપિયા રોકડા આપ્યા અને તલાટી નરેશ ચૌધરીના ભાગના 35 હજાર રૂપિયા ખાતામાં નાખ્યા હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે. વાયરલ મેસેજમાં પૂર્વ સાંસદ પરબત પટેલનો પણ ઉલ્લેખ તલાટી ખાસ પરબત પટેલનો માણસ હોવાનો અને રોફ જમાવતો હોવાનો મેસેજમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Maharashtra New CM પર આ નામ પર લાગી મહોર, આજે થશે જાહેરાત
લાંચ લીધાનો મેસેજ સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, છાપીના તલાટી નરેશ ચૌધરી અને વિતરણ અધિકારી શબ્બીર મન્સૂરી સામે લાંચ લીધાનો આરોપ મુકવામાં આવ્યો છે. 15માં નાણાપંચ યોજના હેઠળ ગામનો વી.ડી.પી પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેમાં સરપંચ તથા પંચાયતની બોડી કામનું એડવાન્સમાં આયોજન કરે છે. છાપી ગામમા જ્યાં કોઈ મકાન કે સોસાયટી બની જ નથી ત્યાંનું કામ બતાવીને પૈસા ચાઉ કરી લીધા. આ બાબતે જાગૃત નાગરિકે ફરિયાદ કરીએ એટલે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પૂર્વ સાંસદ પરબત પટેલ સાથે નજીકનો સંબંધ છે એવું કહીને તલાટી નરેશ ચૌધરી કોન્ટ્રાક્ટરો પાસેથી કામ કરાવી લેતો હતો. જેનો ઉલ્લેખ પણ આ મેસેજ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: સનાથલ વિસ્તારમાં આવેલા ભંગારના મોટા ગોડાઉનમાં લાગી ભીષણ આગ


