ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha: દુષ્કર્મીઓની સાન ઠેકાણે લાવવા પોલીસની આકરી કાર્યવાહી! નરાધમીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ

Banaskantha: આવા દુષ્કર્મીઓને કડકમાં કડક સજા થવી ખુબ જ જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે આવી અન્ય કોઈ ઘટના ના બને તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે.
06:58 PM Dec 07, 2024 IST | VIMAL PRAJAPATI
Banaskantha: આવા દુષ્કર્મીઓને કડકમાં કડક સજા થવી ખુબ જ જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે આવી અન્ય કોઈ ઘટના ના બને તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે.
Banaskantha Police Action
  1. દાંતીવાડા પોલીસે વાઘરોલથી દાંતીવાડા સુધી આરોપીઓનું કાઢ્યું સરઘર
  2. આવી કોઈ બીજી ઘટનાઓ ન બને તે હેતુથી કાઢ્યું વરઘોડો
  3. પોલીસે મહિલા કોન્સ્ટેબલને આરોપીઓને સોંપ્યા મહિલા કોન્સ્ટેબલે કાઢ્યું વરઘોડો

Banaskantha: બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા વાઘરોળ ગામમાં બે દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. એટલું જ નહીં પરંતુ દાંતીવાડા પોલીસે વાઘરોલથી દાંતીવાડા સુધી આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. નોંધનીય છે કે, આવા દુષ્કર્મીઓને કડકમાં કડક સજા થવી ખુબ જ જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે આવી અન્ય કોઈ ઘટના ના બને તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના વિવાદિત નિવેદન પર દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા, કહ્યું - ભાષણ પર લગામ જરૂરી...

દાંતીવાડા પોલીસે વાઘરોલથી દાંતીવાડા સુધી કાઢ્યું આરોપીઓનું સરઘર

નોંધનીય છે કે, દુષ્કર્મીઓની સાન ઠેકાણે લાવવા પોલીસની આકરી કાર્યવાહી કરી છે. બનાસકાંઠાની દાંતીવાડા પોલીસે દુષ્કર્મીઓનું સરઘસ કાઢીને આરોપીઓને બહાર લાવવા અને આવી કોઈ બીજી ઘટનાઓ ન બને તે હેતુથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દાંતીવાડા પોલીસે વાઘરોલથી દાંતીવાડા સુધી આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. મહત્વની વાત એ છે કે, દાંતીવાડાના વાઘરોલમાં દુષ્કર્મ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનો કર્યો શિલાન્યાસ

મહિલા પોલીસ કૉન્સ્ટેબલે કાઢ્યું નરાધમીઓનું સરઘસ

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, 3 ડિસેમ્બરે યુવતીનું અપહરણ કરી નરાધમીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. અપરાધિક વિચારધારા ધરાવનારા તત્વોમાં ભય પેસે તે હેતુથી પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢીને કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો એવી પણ જાણવા મળી છે કે, પોલીસે આરોપીઓ મહિલા કોન્સ્ટેબલને સોંપ્યા બાદમાં મહિલા કોન્સ્ટેબલે વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મના આરોપીઓને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટ્યાં હતાં.

આ પણ વાંચો: Dhoraji: ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા

Tags :
Banaskantha PoliceBanaskantha Police Actiondantivada Policedantivada Police Actiondantivada Police NewsGujarat PoliceGujarati Top NewsLatest Gujarati NewsLatets Gujarati NewsTop News Gujarati
Next Article