Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત, જાણો કેમ ?

નિવૃત્તિનાં એક વર્ષ અગાઉ જ આરોગ્ય વિભાગે ડોક્ટર બીજલ ભેદરૂને ફરજિયાત નિવૃત કરી દીધા છે.
banaskantha   દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત  જાણો કેમ
Advertisement
  1. Banaskantha નાં દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને ફરજિયાત નિવૃત્ત અપાઈ
  2. 10 વર્ષ પહેલા યુવતીને ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપતા પોલીસે ધરપકડ કરી હતી
  3. દાંતીવાડા તાલુકામાં 4 બોગસ ડોક્ટર ઝડપાયા છતાં કોઈ કાર્યવાહી કરી ન હતી

બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. સરકારી પદ પર રહી તેનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. નિવૃત્તિનાં એક વર્ષ અગાઉ જ આરોગ્ય વિભાગે (Health Department) ડોક્ટર બીજલ ભેદરૂને ફરજિયાત નિવૃત કરી દીધા છે. ડોક્ટર બીજલ ભેદરૂ સામે અનેક ગંભીર આરોપ થયા છે.

આ પણ વાંચો - Paresh Dhanani : પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કડકડતી ઠંડીમાં પણ ઉપવાસ આંદોલન યથાવત

Advertisement

હેલ્થ ઓફિસર સામે અનેક ગંભીર આરોપ

બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) દાંતીવાડામાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. હેલ્થ ઓફિસર ડોક્ટર બીજલ ભેદરૂને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે. માહિતી છે કે ડોક્ટર બીજલ ભેદરૂ વિરુદ્ધ ઘણા ગંભીર આરોપ છે. જણાવી દઈએ કે, 10 વર્ષ પહેલા એક યુવતીને ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપવા મામલે હેલ્થ ઓફિસરની પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત, પાલનપુર તાલીમ કેન્દ્રમાં Tiktok વીડિયો બનાવી વિવાદ સર્જાયો હતો.

Advertisement

આ પણ વાંચો - Rajkot : મનપા સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગની સમીક્ષાએ ચિંતા વધારી!

બોગસ ડોક્ટર ઝડપાયા પરંતુ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ

માહિતી અનુસાર, હેલ્થ ઓફિસર (Health Officer) ડોક્ટર બીજલ ભેદરૂ સામે એવો પણ આરોપ છે કે દાંતીવાડા તાલુકામાં (Dantiwada) 4 બોગસ ડોક્ટર (Bogus Doctors) ઝડપાયા છતાં કોઈ કાર્યવાહી કરી ન હતી. આરોગ્ય અધિકારીનાં આદેશ બાદ પણ હેલ્થ ઓફિસરે કોઈ પગલાં લીધા નહોતા. વારંવાર વિવાદમાં રહેતા અને પદનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા એવા હેલ્થ ઓફિસર સામે કડક કાર્યવાહી કરી નિવૃત્તિનાં એક વર્ષ અગાઉ જ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

Tags :
Advertisement

.

×