Banaskantha: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો સામે આરોપ લગાવ્યો
- RSSની ભગીની સંસ્થા માટે રિવોલ્વિગ ફંડનો ઉપયોગ કર્યાનો દાવો
- RSSના કિસાન સંઘના સેમિનારમાં રૂ.16 લાખ આપ્યાનો આરોપ
- યુનિવર્સિટીની સુવિધા અને સંશોધન માટેનું ફંડ અન્ય જગ્યાએ આપ્યું
Banaskantha: બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી એ મોટો આરોપ લગાવ્યો છે. રૂપિયા 16 લાખ જેટલી રકમ યુનિવર્સિટીના સત્તાધીશો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ભગીની સંસ્થાને એક સેમિનાર માટે આપી દીધા હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે જે રકમનો ઉપયોગ યુનિવર્સિટીના વિકાસ માટે ખેડૂતોના સંશોધન માટે થવો જોઈએ તેનો ઉપયોગ કિસાન સંઘના કાર્યક્રમમાં કરવામાં આવ્યો જે યોગ્ય નથી.
આ પણ વાંચો: ચોરણીયા પાસે સ્કૂલ પ્રવાસની બસને નડ્યો અકસ્માત, 9 વિદ્યાર્થી સહિત બે શિક્ષકને ઘાયલ
યુનિવર્સિટીની સુવિધા અને સંશોધન માટેનું ફંડ અન્ય જગ્યાએ આપ્યું
યુનિવર્સિટીના કુલપતિ સામે અગાઉ ગંભીર પ્રકારના આરોગ લાગી ચૂક્યા છે જેનાથી બચવા માટે આ પૈસા આપ્યો હોવાનો દાવો પણ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રવક્તા મનીષ દોશી એ યુનિવર્સિટી અને ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાના રકમ કોના ઇશારે સંઘની સંસ્થાને આપવામાં આવી તેની તપાસ કરવા માટે માંગ કરી છે. નોંધનીય છે કે, કુલપતિએ પાતાના પર લાગેલા આરોપથી બચવા ફંડ આપ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: વડગામના બસુ ગામમાં હુમલાની ઘટના, હિંદુ યુવકને વિધર્મી સમાજના યુવકોએ માર માર્યો
કોના કહેવાથી ફંડ કિસાન સંઘ ને આપ્યા? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો દાંતીવાડા કૃષિ યુનિ. સત્તાધીશો સામે આરોપ છે કે, રિવોલ્વિગ ફંડના નાણાનો ઉપયોગ RSS ની ભગીની સંસ્થા માટે કર્યો છે. 16 લાખનો ખર્ચRss ના કિસાન સંઘના સેમિનાર કાર્યક્ર્મ માટે કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું કે, ‘ખેડૂતોના હિત માટે સંશોધન ના હેતુથી કૃષિ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટીની સુવિધા અને સંશોધન માટે નું ફંડ અન્ય જગ્યાએ આપ્યું છે.


