Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા, યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ

Banaskantha: વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો, કેટલાક લોકોએ પહેલા બન્ને યુવકોને માર માર્યો અને પછી માથામાં મુંડન કરીને તાલિબાની સજા આપી હતી
banaskantha  બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા  યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ
Advertisement
  1. એક અઠવાડિયા તાલિબાની સજાની બીજી ઘટના આવી સામે
  2. ઝાડ સાથે દોરડા વડે બાંધી બે યુવકોને કેટલાક શખ્સોએ આપી સજા
  3. યુવતીને ભગાડવા માટે આવ્યા હોવાનો આરોપ લગાવી સજા આપી
  4. બંને યુવકોને માર મારી માથામાં મુંડન કરી આપી તાલિબાની સજા

Banaskantha: બનાસકાંઠામાં એક બે યુવકોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે, જેનો વીડિયો અત્યારે વાયરલ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એક જ અઠવાડિયામાં તાલિબાની સજાની આ બીજી ઘટના સામે આવી છે. બે યુવકોને ઝાડ સાથે દોરડા વડે બાંધીને કેટલાક લોકોએ સજા આપી માર માર્યો હોવાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે. ઘટનાની વાત કરવામાં આવે તો, યુવતીને ભગાડવા માટે આવ્યાં હોવાનો આરોપ લગાવીને સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે 10 દિવસના બેઝિક કોર્ષનો પ્રારંભ, વાંચો આ અહેવાલ

Advertisement

વાયરલ વીડિયો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન

વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો, કેટલાક લોકોએ પહેલા બન્ને યુવકોને માર માર્યો અને પછી માથામાં મુંડન કરીને તાલિબાની સજા આપી હતી. આ વાયરલ વીડિયો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન છે. બન્ને યુવકને પહેલા ઝાડ સાથે દોડવા વડે બાંધવામાં આવે છે, અને ત્યાંર બાદ ગરડા-પાટુંનો માર મારવામાં આવ્યો હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યું છે. આ મામલે પોલીસે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો: પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતી 35 ટન સોપારી જપ્ત, જામનગર DRIની ટીમને મળી હતી બાતમી

તાલિબાની સજાના વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ નથી કરતું પુષ્ટિ

નોંધનીય છે કે, છેલ્લા એક જ અઠવાડિયામાં આ બીજી ઘટના બની છે. જેમાં તાલિબાની સજા આપવામાં આવી હોય. આ વીડિયો મોડી રાત્રે બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કેટલાક લોકો મારી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો સવાલો કરી રહ્યાં હોય તેવું વીડિયો જોતા લાગી રહ્યું છે. જો કે, આ વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઈ પુષ્ટિ કરવાામં આવતી નથી. આ મામલામાં સાચી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે તેમ છે.

આ પણ વાંચો: Gujarat: હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવનાઓ નથી! જાણો શું કહ્યું હવામાન વિભાગે

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×