Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, હવે ઓખામાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર
- Bet Dwarka માં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ
- ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાલ પણ યથાવત
- અત્યાર સુધી 9.50 કરોડની સરકારી જમીન પર દબાણ દૂર કરાયા
- બાલાપર બાદ ઓખામાં પણ ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીનો પરનાં ગેરકાયેદસરનાં દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) ચાલી રહી છે, જેનો આજે ત્રીજા દિવસ છે. અત્યાર સુધીમાં રૂ. 9.50 કરોડની સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 24,400 ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે. બાલાપર બાદ હવે ઓખામાં (Okha) પણ તંત્ર દ્વારા ગેરકાયદેસરનાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1 હજાર પોલીસ જવાન ખડેપગે
2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પડાયા
બેટ દ્વારકામાં (Bet Dwarka) સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થાનાં ભાગરૂપે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 1 હજારથી વધુ જવાનો આ કામગીરી દરમિયાન ખડેપગે છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 24,400 ચોરસ મીટર સરકારી જમીન પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું, જેની કિંમત અંદાજે 9.50 કરોડ જેટલી થાય છે. 2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે હાલ પણ કામગીરી ચાલી રહી છે. બેટ દ્વારકાનાં બાલાપરમાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરાતા ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો છે.
આ પણ વાંચો - Surat : વાલીઓ ધ્યાન રાખજો! પાણીની ટાંકીમાં પડી જતાં માસૂમ બાળકનું મોત
તંત્ર દ્વારા 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી
માહિતી અનુસાર, બાલાપર (Balapar) બાદ ઓખામાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસરનાં બાંધકામો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઓખામાં (Okha) સરકારી વિશાળ જમીન પર બનેલા ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, તંત્ર દ્વારા 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી હતી. નોટિસ પછી પણ ગેરકાયદેસર દબાણ દૂર ન કરાતા આખરે તંત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠંડા પવનનાં સુસવાટા સાથે ફરીવાર ઠંડીનો ચમકારો, જાણો આગાહી


