ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : ધો.12 સામાન્ય પ્રવાહનું 93.33 ટકા પરિણામ, જાણો વિજ્ઞાન પ્રવાહનું કેવું રહ્યું રિઝલ્ટ ?

ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  93.33 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરિણામ જાહેર થયું.
04:19 PM May 05, 2025 IST | Vipul Sen
ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  93.33 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરિણામ જાહેર થયું.
Gujarat, Results, GUJCET, Ahmedabad
  1. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર (Bharuch)
  2. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ નેત્રંગનું 99.54 ટકા પરિણામ
  3. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66 ટકા રહ્યું ગત વર્ષે કરતાં 1.43 ટકાનો ઘટાડો
  4. જિલ્લામાં પ્રથમ જ્હાન્વી મકવાણાનાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 96.83 ટકા આવ્યા

ભરૂચ જિલ્લામાં (Bharuch) માર્ચ મહિનામાં ઉચ્ચતર-માધ્યમિકની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રવાહનું પરિણામ જાહેર થતાં 2115 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે 11 વિદ્યાર્થીઓ A1 ટુ ગ્રેડ સાથે પાસ થયા છે. જો કે, ભરૂચ જિલ્લામાં કંઈ ખુશી કહીં ગામ જેવો માહોલ જોવા મળ્યો છે. ઘણી શૈક્ષણિક શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે, જેમાં મકતમપુરની યુનિવર્સલ સ્કૂલનું પણ 100 ટકા પરિણામ સાથે શાળામાં પ્રથમ જ્હાન્વી મકવાણા (Jhanvi Makwana) રહી છે. તદુપરાંત, ભરૂચનાં અનેક શૈક્ષણિક શાળાઓનું પરિણામ પણ 100 ટકા રહ્યું છે.

આ પણ વાંચો - Std. 12 and GUJCET results : ધોરણ-12 બોર્ડની પરિણામમાં જાણો કયા શહેરનું આવ્યું 100 ટકા પરિણામ

11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગનું 99.54 ટકા પરિણામ, સૌથી ઓછું વાલિયાનું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનાં પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6839 થી વધુ છાત્રોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6383 પાસ થતા ટકાવારી 93.33 રહી છે. એ-1 ગ્રેડમાં પણ 50 વિધાર્થીઓએ વિક્રમ સર્જોય છે તો એ-2 ગ્રેડ 478 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54 ટકા અને સૌથી ઓછું વાલિયા 88 89 ટકા રહ્યું છે. અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર (Ankleshwar) 94.85, ભરૂચ 91.70, ઝાડેશ્વર 90.10, જંબુસર (Jambusar) 89.29, હાંસોટ 94.02, થવા 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81 અને દહેજ 98.68 ટકા પરિણામ નોંધાયું છે.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66 ટકા આવ્યું

ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું (General Stream) પરિણામ 1.22 ટકા વધુ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66 ટકા આવ્યું છે. ગત વર્ષે 80.09 ટકા રિઝલ્ટ સામે આ વખતે 0.43 ટકાનો ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સનાં રિઝલ્ટમાં અંદાજે કુલ 2665 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 2119 પાસ અને 545 નાપાસ થયા છે. એ-1 ગ્રેડમાં આ વખતે 11, એ-2 માં 169 છાત્રોએ મેદાન માર્યું છે. ચાર કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ ઝાડેશ્વર કેન્દ્રનું 84.44 ટકા, ભરૂચનું 83.45, અંકલેશ્વરનું 76.03 અને સૌથી ઓછું જબુસરનું 75.33 ટકા પરિણામ જાહેર થયું છે.

આ પણ વાંચો - Std. 12 and GUJCET results : ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાણો કેટલા ટકા આવ્યું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

ભરૂચનાં (Bharuch) જિલ્લાશિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું (Science Stream) પરિણામ જાહેર થતાં જ ઘણા વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓ શાળાનાં શિક્ષકો અને ટ્યુશન ક્લાસીસમાં પણ શિક્ષકો સાથે મોઢું મીઠું કરાવી એકબીજાને શુભકામનાઓ પાઠવી આગળ તેઓ અભ્યાસ મેળવવો અને કરવો તે બાબતે માર્ગદર્શન પણ મેળવ્યું હતું.

મારે LLB થઈ વકીલ બનવાની ઈચ્છા છે : જ્હાન્વી મકવાણા, યુનિવર્સલ સ્કૂલ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉચ્ચ શિક્ષણ માટે પોતાની વેદનાઓ વ્યક્ત કરી છે, જેમાં જ્હાન્વી મકવાણાએ બીકોમ, LLB કરવા સાથે વકીલ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્હાન્વીનાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 96.83 પરસેન્ટાઈન આવ્યા છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ 

આ પણ વાંચો - Gujarat : આજે 10.30 વાગ્યે ધો.12 અને ગુજકેટનું પરિણામ, 4 સ્ટેપથી વેબસાઇટ પર ચેક થશે રિઝલ્ટ

Tags :
AnkleshwarB.COMBharuch District Education OfficerGeneral Stream Exam ResultGUJARAT FIRST NEWSGujarat Secondary and Higher Secondary Education BoardGUJCET Result 2025HansotJambusarJhaghadiyaJhanvi MakwanaLLBScience Stream Exam ResultTop Gujarati News
Next Article